Surat, તા.27
ગઈકાલે ભારત ભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. લોકો એ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભારતના સૌથી મોટા કોમેડિયન કપિલ શર્મા દ્વારા ખાસ મહિલા પોલીસ ફોર્સ માટે એપિસોડ યોજાયો હતો. જેમાં ગેસ્ટ તરીકે મર્દાની-3ની સ્ટાર રાની મુખર્જી હજાર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં સુરત પોલીસ ની 30 મહિલાઓ હાજરી આપી હતી અને કાર્યક્રમને માણ્યો હતો.
નેટફ્લિક્સ પરના લોકપ્રિય કોમેડી શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં બોલીવુડની ‘મર્દાની’, રાની મુખર્જી સુરતની વાસ્તવિક જીવનની ‘મર્દાની’ મહિલા પોલીસ અધિકારીઓને મળી, ત્યારે વાતાવરણ રોમાંચક બન્યું હતું. સુરતની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવેલી ત્રીસ મહિલા અધિકારીઓ આ એપિસોડમાં ખાસ મહેમાનો તરીકે હાજર રહી હતી.
24 જાન્યુઆરીના રોજ પ્રસારિત થયેલા આ ખાસ એપિસોડમાં રાની મુખર્જી તેમની આગામી ફિલ્મ મર્દાની-3નું પ્રમોશન કરતી જોવા મળી હતી. શો દરમિયાન, સુરત પોલીસની મહિલા અધિકારીઓએ પોતાના અનુભવો શેર કર્યા, જેમાં રૂપેરી પડદા પર પોલીસિંગ અને વાસ્તવિક જીવનમાં પોલીસિંગ વચ્ચે સમાનતા અને તફાવતો પર પ્રકાશ પાડવામાં આવ્યો. કપિલ શર્માની હાસ્યપ્રધાન હરકતો વચ્ચે, અધિકારીઓએ તેમની ફરજમાં પડકારો અને ગર્વની ક્ષણો બંને વિશે વાત કરી.
આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત તેમજ સુરતના મહિલા અઈઙ મિની જોસેફે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. સંધ્યા ગેહલોત એ સુરત પોલીસના સકારાત્મક યોગદાન વિશે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું, ‘અમારા અધિકારીઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જ જાળવી રાખતા નથી, પરંતુ સામાજિક કલ્યાણમાં પણ કાર્યરત છે.
દર વર્ષે, થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 10,000 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવે છે. જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પહોંચાડવામાં આવે છે. વધુમાં, પોલીસ ગરીબ બાળકો માટે શાળાઓ અને બાળ સંભાળ કેન્દ્રો માટે સહાયનું આયોજન કરે છે. મારી નમ્ર વિનંતી છે કે જનતા પોલીસને સકારાત્મક અને લાગણીભેર જુએ.
અંતમાં કપિલ શર્મા એ સુરત મહિલા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો. અને રાની મુખર્જીએ પણ ફિલ્મ મર્દાની જોવા અપીલ કરી હતી.

