Mumbai, તા.28
બોર્ડર-2ના અભિનેતા વરુણ ધવનનો મુંબઇ મેટ્રોના એક કોચમાં અંદર લાગેલા ગ્રેબ હેન્ડલમાં લટકતો વીડિયો વાયરલ થયા બાદ મેટ્રોના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી છે કે આ પ્રકારના કૃત્યો નિયમો અંતર્ગત દંડનીય છે.
મહા મુંબઇ મેટ્રો ઓપરેશન લિમિટેડે કહ્યું છે કે આ વીડિયોની સાથે એવું જ ડિસ્ક્લેમર હોવું જોઇતું હતું, જેવું આપની ફિલ્મોમાં હોય છે. સોમવારે મેટ્રો ઓથોરિટીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું, મહા મુંબઇ મેટ્રોમાં આવું ન કરો.
એમએમએમ ઓસીએલએ કહ્યું, વરુણ ધવન આ વીડિયોની સાથે આપની એક્શન ફિલ્મો જેવું ડિસ્ક્લેમર હોવું જરૂરી હતું. મહા મુંબઇ મેટ્રોમાં આવું કરવાની કોશિષ ન કરો. વીડિયોમાં વરુણ મેટ્રો કોચમાં ગ્રેબ હેન્ડલ પકડીને લટકતો નજરે પડી રહ્યો છે.

