Mumbai,તા.29
`પુષ્પા’ ફિલ્મથી આખી દુનિયામાં પ્રસિદ્ધ થયેલાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હવે પોતાની એક નવી ફિલ્મની તૈયારીમાં છે. આ ફિલ્મને લઈને ચારે તરફ ભારે ચર્ચા ચાલી રહી છે, કારણ કે તેમાં એક-બે નહીં પરંતુ બોલીવુડની અનેક મોટી અભિનેત્રીઓ એકસાથે નજરે પડશે. આ ફિલ્મ સાથે જોડાયેલી તાજેતરની માહિતી અનુસાર બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી કાજોલ પણ આ ફિલ્મનો ભાગ બની શકે છે.
મોટા ડાયરેક્ટર અને મોટું બજેટ
આ ફિલ્મ બનાવવાની જવાબદારી ડાયરેક્ટર એટલીને સોંપવામાં આવી છે. અલ્લુ અર્જુન અને એટલીની આ ફિલ્મનું હજી કોઈ નામ નક્કી થયું નથી, પરંતુ હાલ તેને `AA22xA6′ તરીકે ઓળખવામાં આવી રહી છે. આ એક બહુ મોટા બજેટની ફિલ્મ છે અને તેમાં જબરદસ્ત એક્શન જોવા મળશે.
દીપિકા હશે મુખ્ય હિરોઈન
રીપોર્ટ મુજબ આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે લીડ હિરોઈન તરીકે દીપિકા પાદુકોણ નજરે પડશે. માત્ર દીપિકા જ નહીં, પરંતુ આ ફિલ્મમાં જાહ્નવી કપૂર અને અભિનેત્રી મૃણાલ ઠાકુર હોવાની પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે.

