Himachal Pradesh તા.4
હિમાચલ પ્રદેશમાં મનાલી પાસે 6 હજાર ફીટથી વધુની ઉંચાઇ પર આવેલ જગતસુખ ગામમાં એક અજબ-ગજબ ઘટના બની છે, અહીં બરફથી છવાયેલા સ્થળે મોરની જોડીને જોવામાં આવતા સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે ભય પણ ફેલાયો છે. લોકોનું માનવું છે કે આ પ્રલયનો સંકેત છે. બીજી બાજુ હવામાન વૈજ્ઞાનિકો કહે છે આ જલવાયુ પરિવર્તનની અસર છે.
સામાન્ય રીતે મોર ગરમ ક્ષેત્રમાં જોવા મળે છે. પણ તે 6000 ફીટ ઉંચાઇ પર આવેલા બરફથી ઢંકાયેલા જંગલમાં મોરની જોડી જોવા મળી હતી. આ દુર્લભ દ્રશ્ય આ નાજુક ઇકોલોજીની અને જલવાયુ પરિવર્તનની અસરથી ચિંતા વધી છે.
ગરમ પ્રદેશમાં જોવા મળતા મોર બરફથી છવાયેલા સ્થળે જોવા મળતા જગતસુખ ગામમાં સનસનાટી ફેલાઇ છે. સામાન્ય જન તો ઠીક હવામાન વિજ્ઞાનીઓ અને વન્યજીવ સંરક્ષકોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જ્યારે ગામના લોકો આ ઘટનાને અજુગતુ બનવા સાથે સાંકળીને પ્રલય સાથે જોડી રહ્યા છે.
જગતસુખના 52 વર્ષના બાલકરામ શર્માએ કહ્યું હતું, હું તો દંગ રહી ગયો છું. મને મારી આંખો પર વિશ્વાસ નથી આવતો. કેટલાક ગ્રામીણોએ જણાવ્યું, મોરની આ જોડી ગત વર્ષ ઉનાળામાં આ જંગલમાં આવ્યા હતા. જો કે અગાઉ ખૂબ જ ઓછા દેખાતા હતા.
જ્યારે કુલ્લુના વન સંરક્ષક (વન્યજીવ) રાજેશ શર્માએ જણાવ્યું હતું કે, અમને કેટલાક દિવસ પહેલા ગ્રામીણો તરફથી મોરની જાણકારી મળી હતી. અમે એક મોરની તપાસ કરી હતી. તે ઘાયલ નહોતો અને તેની ઉડાન સામાન્ય હતી.
ગ્રામીણોએ કહ્યું હતું કે, મોરની આ જોડી 6 મહિનાથી વધુ સમયથી અહીં રહે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સરેરાશ તાપમાનમાં વૃધ્ધિના કારણે આ મોરોના અહીં દુર્લભ દર્શન થયા છે.
વાઇલ્ડ લાઇફ સંરક્ષ કે જણાવ્યું હતું કે, કુલ્લુ-મનાલીમાં 10-15 વર્ષ પહેલા લોકોના ઘરમાં છત પર પંખા નહોતા, પણ હવે મોટા ભાગની જગ્યા પર હવામાન ગરમ થઇ ગયું છે. ઉંચા પહાડો પર હવે એટલી ઠંડી નથી જે પહેલા હતી. એટલે મોરોને કુલુના ઉપરી વિસ્તારો રહેવા લાયક લાગ્યા હશે અને ત્યાંના વાતાવરણમાં ઢળવા લાગ્યા હશે. તેઓ ભોજનની તલાશમાં પણ નીચેના વિસ્તારોથી પલાયન કરી રહ્યા હશે.

