New Delhi,તા.05
આપણે સામાન્ય ઠંડીમાં થથરી ઉઠીએ છીએ અને ગરમ વો પહેરી લઈએ છીએ પણ હિમાલયની ઉંચાઈઓ પર હાડ કંપાવી દેતી ઠંડી સામે 15 સાધુઓની આસ્થા અડગ છે. બદરીનાથમાં 11 હજાર ફીટ ઉંચે માઈનસ 15 ડીગ્રી સેલ્સીયસ તાપમાનમાં 15 સાધુઓ કઠિન યોગ સાધનામાં લીન છે.
તસવીરોમાં જોવા મળે છે કે, તેમની આસપાસ બરફના થર જામી ગયા છે. બદરીનાથમાં બે થી ત્રણ ફુટ બરફની ચાદર છવાઈ ગઈ છે. સાંજ પડતા જ અહીં માઈનસ 15 ડીગ્રી સેલ્સીયસ તાપમાન થઈ જાય છે.
આવી વિકટ સ્થિતિમાં સાક્ષાત ભૂ-વૈકુંઠ તરીકે ઓળખાતા બદરીનાથધામમાં સાધુઓની આસ્થાની અગ્નિ સામે ઠંડી પણ પીગળી ગઈ છે! સ્વામી અરઆનંદજી મહારાજ છેલ્લા 4 વર્ષથી અહીં 12 મહિના રહીને ભગવાન બદરીનાથના ધ્યાનમાં રહે છે. પ્રશાસનની મંજુરીથી આ સાધુઓ શીતકાલમાં ધ્યાન-યોગ કરી રહ્યા છે. પ્રશાસને તેમને સુરક્ષા, દવા, રાશનની વ્યવસ્થા કરી છે.

