New Delhi તા.9
અન્ડર-19 ટી20 વર્લ્ડકપમાં ભારતના વિજય બદલ આજે લોકસભા અને રાજયસભામાં સાંસદોએ ટીમ ઈન્ડીયા જુનીયરને અભિનંદન આપ્યા હતા અને લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય ખેલાડીઓના મહેનત અને સમર્પણ દુનિયાએ જોયુ હોવાનું જણાવ્યું હતું.
ગત તા.6ના રોજ અન્ડર-19 વર્લ્ડકપમાં ભારતની ટીમે જે જબરદસ્ત વિજય મેળવ્યો અને છઠ્ઠી વખત તે વર્લ્ડકપ વિજેતા બની તે બાદ મુંબઈ ટીમ આવતા જ તેનું સ્વાગત કરાયું હતું. ભારતે ઈંગ્લેન્ડને 100 રને હરાવ્યું હતું.

