Vadodara તા.11
વડોદરા શહેરમાં કોઈપણ જાતની મંજૂરી કે પ્રિસ્ક્રિપ્શન વગર બોડી બિલ્ડિંગ માટે વપરાતી દવા અને ઈન્જેકશનનો જથ્થો ઝડપાયો છે. ન્યુટ્રીશીયન શોપમાં વડોદરા ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી સ્ટીરોઈડ ટેબલેટ અને ટેસ્ટોરન હોર્મોનના ઈન્જેકશન મળી આવ્યા હતા.
આ દવાઓથી ત્વરિત ટૂંકાગાળામાં મસલ બનાવવાનો દાવો કરી દવા-ઈન્જેકશન વેચાતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડો. લીના પાટીલની સૂચના મુજબ વડોદરા શહેરમાં નશાકારક અને શરીરને હાનિકારક પદાર્થોના સેવનથી નાગરિકોને દૂર રાખવા તથા બોડી બિલ્ડિંગ કરતા યુવાનોને ટૂંકા સમયમાં શરીરમાં ફેરફાર કરી આપવાના દાવા સાથે પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી શક્તિવર્ધક દવાઓ પર વોચ રાખવાની કાર્યવાહી ચાલી રહી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઙજઈં બી. એસ. વાળાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરી હતી.તપાસ દરમિયાન બાતમીના આધારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા દેવપુષ્પ કોમ્પ્લેક્ષમાં સ્થિત ‘સિદ્ધિ ન્યુટ્રીશન’ નામની દુકાનમાં શંકાસ્પદ દવાઓનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુકાનના માલિક અમિષકુમાર અશોકકુમાર કોરી (ઉંમર 35, રહે. વડોદરા)ની પૂછપરછ કરતાં તેણે બોડી બિલ્ડિંગ માટે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ વેચતો હોવાનું જણાવ્યું હતું. દુકાનમાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી આયાતી સ્ટેરોઇડ ટેબ્લેટ્સ, ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇન્જેક્શન વાયલ્સ, બોક્સ પેકિંગ તથા નાની શીશીઓ સહિતનો જથ્થો મળી આવ્યો હતો.
બિલ કે પ્રિસ્ક્રિપ્શન વગર જ દવાનું બેરોકટોક વેચાણ થતું આરોપી પાસે આ દવાઓના કોઈ બિલ કે કાનૂની આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. આ દવાઓ મેડિકલ ઓફિસરની પ્રિસ્ક્રિપ્શન વગર વેચવી માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમજ બિલ વગરનું વેચાણ થતું હતું.
સ્ટીરોઇડ દવાઓ તથા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઇન્જેક્શનના જથ્થાને કબ્જે કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે આરોપી અમિષકુમાર અશોકકુમાર કોરીને માંજલપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
ડોકટરની સલાહ વગર સ્ટીરોઈડ લેવાથી જીવ જોખમમાં મૂકાઈ શકે- તબીબ ઈંખઅ, વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટ ડો. મિતેશ શાહે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સ્ટીરોઈડ લેવુ જોઈએ નહીં. જો તમે સલાહ વગર સ્ટીરોઈડ લો છો, તો શરીરને મલ્ટીપલ ઇશ્યુઝ થઈ શકે છે.
આજની જનરેશનમાં સૌથી વધુ કોસ્મેટિક ઇશ્યુઝ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય ગંભીર અસરો આ મુજબ છે. હૃદય રોગનું જોખમ, કોલેસ્ટ્રોલ વધારી શકે છે અને બીપી વધી શકે, લાંબા સમય સુધી સ્ટીરોઈડનો ઉપયોગ લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

