New York, તા.23
અમેરિકાના વ્યાપારી પાટનગર ન્યુયોર્ક અને તેના ઉતર પૂર્વીય વિસ્તારોમાં સુપર બોમ્બ તોફાન (હિમ વાવાઝોડા)નો ખતર તોળાઇ રહ્યો છે અને આજે તે ન્યુયોર્ક તથા નેવાર્ક સહિતના વિસ્તારોમાં આ ભીષણ બર્ફીલુ તોફાન ત્રાટકે તેવી ધારણ વચ્ચે 3 કરોડ લોકો પર મોટી આફાત તોળાઇ રહી છે.
અમેરિકાના પૂર્વીય તટથી શરૂ થયેલું આ સુપર બોમ્બ તોફાનના પ્રભાવિત ક્ષેત્રમાં એક થી બે મીટર સુધી હિમવર્ષા થઇ શકે છે જેના કારણે માર્ગો અને અન્ય વિસ્તારો હિમથી પુરેપુરા ઢંકાઇ જશે. આ સુપર બોમ્બ સાયક્લોનના કારણે વિજળી અને અન્ય સેવા પણ ઠપ્પ થઇ જશે અને અમેરિકી સહિતની એરલાઇન્સ હાલ ન્યુયોર્ક સાથે વિમાની સેવા થંભાવી દીધી છે.
ભારતમાં પણ એર ઇન્ડિયાએ ન્યુયોર્ક તથા નેવાર્ક સાથે વિમાની સેવાને રદ કરી છે. અમેરિકામાં અંદાજે 390 જેટલી વિમાની સેવાને રદ કરવામાં આવી છે. હાલ ન્યુ જર્સી વિસ્તારમાં 20 હજારથી વધુ ઘરોમાં વીજ સેવા ખોરવાઇ ગઇ છે અને વર્જીનીયા, ડેલાવરે તથા મેરીલેન્ડમાં પણ વિજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હોવાનું જાહેર થયું છે.
ન્યુયોર્કના મેયરએ પુરી રાત હિમવર્ષા થવાની ચેતવણી આપવામાં આવી છે અને ઇર્મજન્સી જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી માસમાં જ ન્યુયોર્કમાં આ પ્રકારે ભારે હિમવર્ષાથી 19 લોકોના મોત થયા હતા.
આ સુપર બોમ્બના કારણે હવાની ગતિ કલાકના 104 થી 122 કિ.મી.ની રહે તેવી ધારણા છે. ન્યુયોર્કના ગર્વનર કે.સી. હોચ્ચુલેએ નેશનલ ગાર્ડની ટીમને મેદાનમાં ઉતારી અને આગામી 24 કલાક ખતરનાક ગણવામાં આવી રહ્યા છે.

