Tel Aviv,તા.26
હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇરાયલના બે દિવસના પ્રવાસે છે. પીએમ મોદી નવ વર્ષ બાદ ઇઝરાયેલની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે તેમણે આવકારવા ખુદ ઇરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને તેમના પત્ની એરપોર્ટ પર પહોંચ્યા હતા.આ ઉપરાંત બંને વડાપ્રધાન વચ્ચે આત્મીય અને ગાઢ સંબંધ જોવા મળ્યા હતા. ત્યારે ગઈકાલે બંનેના ભોજન સમારોહ પહેલા ઇઝરાયેલ વડાપ્રધાન ભારતીય પોશાક પહેરી પીએમ મોદીને સરપ્રાઈઝ આપી હતી.
નેતાન્યાહુએ શર્ટ અને પેન્ટ ઉપર કોટિ પહેરી હતી જેને સામાન્ય રીતે હવે મોદી કોટી પણ કહેવાય છે કારણ કે પીએમ મોદી ખુદ તેઓ પહેરે છે. આ સાથે તેમણે ટ્વીટ કર્યું કે મારા મિત્ર નરેન્દ્ર મોદી માટે સરપ્રાઈઝ છે.

