Karachi, તા 2
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુ બાદ, કરાચી, સ્કાર્દુ, લાહોર અને ઇસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ નજીક હિંસા ફાટી નીકળી, જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ. આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયા છે.
પ્રદર્શનકારીઓ સુલ્તાનનાબાદથી માઈ કોલાચી થઈને કોન્સ્યુલેટ તરફ કૂચ કરી રહ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો.
કરાચી ઉપરાંત, ખામેનીના મૃત્યુ પર અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ પાકિસ્તાનના સ્કાર્ડુ અને લાહોરમાં પણ વિરોધ પ્રદર્શન થયા. સ્કાર્ડુમાં, પ્રદર્શનકારીઓએ અમેરિકાના કાર્યાલયમાં આગ લગાવી, જેમાં 11 લોકો માર્યા ગયા. ઇસ્લામાબાદમાં પણ બે પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યા.

