New Delhi,તા.03
ખાડીના દેશમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રુડતેલના ભાવ 80 ડોલર પ્રતિબેરલ પહોચતા દેશમાં ચિંતા વધી છે પણ સરકાર પરીસ્થિતિ સંભાળી લેવાનો વિશ્વાસ અને તૈયારી દર્શાવે છે તથા હાલ ક્રુડતેલના ભાવમાં વધારો છતા ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહી.
સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ મોંઘા ક્રુડતેલ અને રૂપિયો મોંઘો બનતા અને લોજીસ્ટીક ખર્ચ વધતા ક્રુડતેલની પડતર મોંઘી પડશે પણ જે કંઈ ખોટ સર્જાશે તે રીફાઈનરીઓ તથા ઓઈલ કંપનીઓ અને સરકાર ભોગવી લેશે.
લોકો પર કોઈ બોજો આવે નહી તે નિશ્ચિત કરશે. આમેય હવે આગામી સમયમાં ચુંટણીઓ આવી રહી છે તેથી સરકારને પેટ્રોલ-ડિઝલ તથા ગેસના સીધા ભાવવધારો રાજકીય રીતે પોષાય તેમ નથી.

