New Delhi,તા.06
સંઘ લોક સેવા આયોગ (UPSC) આજે શુક્રવારે યુપીએસસી સિવિલ સેવા 2025નું ફાઈનલ પરિણામ જાહેર કરી દીધું છે. અનુજ અગ્નિહોત્રીને આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં પહેલું સ્થાન મેળવ્યું છે. અનુજબ બાદ રાજેશ્વરી સુવે એમ બીજા તો આકાંશ ધૂલ શીર્ષએ ત્રીજો ક્રમાંક મેળવી મોટી સફળતા હાંસલ કરી છે. ટોપ 10માં 3 મહિલા ઉમેદવારોનું વર્ચસ્વ આ વખતે પણ જળવાયુ છે. 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે. સંપૂર્ણ પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકાશે.
ટોપ 10 સ્થાન મેળવનારા ઉમેદવારોની યાદી
1: અનુજ ગ્નિહોત્રી
2: રાજેશ્વરી સુવે એમ
3: આકાંશ ધૂલ શીર્ષ
4: રાઘવ ઝુનઝુનવાલા
5: ઈશાન ભટનાગર
6: જીનિયા અરોરા
7: એ આર રાજા મોહદ્દીન
8: પક્ષલ સેક્રેટરી
9: આસ્થા જૈન
10: ઉજ્જવલ પ્રિયાંક
UPSC રિઝલ્ટ ચેક કરવાની પ્રોસેસ
-સૌ પ્રથમ UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
-હોમ પેજ પર જમણી બાજુએ અથવા ‘Examination’ ટેબમાં “Final Results” અથવા “Written Results” નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
-ત્યાં વિવિધ પરીક્ષાઓના નામ હશે (જેમ કે Civil Services Examination). તમારે જે પરીક્ષાનું પરિણામ જોવું હોય તેના લિંક પર ક્લિક કરો.
-રિઝલ્ટ સામાન્ય રીતે PDF ફોર્મેટમાં હોય છે. લિંક પર ક્લિક કરતા જ એક PDF ફાઈલ ખુલશે જેમાં પાસ થયેલા ઉમેદવારોના નામ અને રોલ નંબર હશે.
-PDF ફાઈલ ખુલી જાય પછી, જો તમે મોબાઈલમાં હોવ તો ‘Search’ આઈકન પર અને જો કોમ્પ્યુટર પર હોવ તો Ctrl + F દબાવીને તમારો રોલ નંબર અથવા નામ ટાઈપ કરો.
-ફાઈનલ રિઝલ્ટ જાહેર થયાના થોડા દિવસો પછી UPSC ઉમેદવારોના વ્યક્તિગત માર્કસ જાહેર કરે છે, જે તમે તમારા લોગિન આઈડી (Registration ID) દ્વારા જોઈ શકો છો.

