Israel તા.7
ઇઝરાયેલી સેનાએ ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇ માટે બનેલા ભૂમિગત (અન્ડર ગ્રાઉન્ડ) બંકર હુમલાનો વીડીયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે એક સાથે અનેક બોમ્બ બંકર આસપાસ ફેંકવામાં આવી રહ્યા છે.
બોમ્બ ફેંક્યા બાદ ચારેબાજુ ધુમાડાના ગોટા નજરે પડી રહ્યા છે. ઇઝરાયેલ રક્ષા દળોએ ટ્વીટ કર્યું છે કે ઇઝરાયેલી વાયુસેનાના 50 લડાયક વિમાનોએ તહેરાનમાં અલી ખામેનેઇના ભૂમિગત બંકરોને ધ્વસ્ત કરી દીધા.
ઇઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી મોસાદના ઇનપુટ પર કરવામાં આવી હતી. ઇઝરાયેલી સેનાએ બંકરને એક સુરક્ષિત ઇમર્જન્સી સ્થળ બતાવ્યું. આ બંકરનો ઉદ્ેશ ખામેનેઇને સંઘર્ષ દરમ્યાન સેફ રાખવાનો હતો.
જો કે ખામેનેઇએ ક્યારે તેનો ઉપયોગ નહોતો કર્યો કારણ કે ઓપરેશન `રોરિંગ લાયન’ દરમિયાન પહેલા જ હુમલામાં તેનું મોત થઇ ચૂક્યું છે. તેમના મોત બાદ આ બંકરનો ઉપયોગ ઇરાની શાસનના અન્ય વરિષ્ઠ અધિકારી કરી રહ્યા હતા.

