Ahmedabad,તા.11
T-20 વર્લ્ડ કપના ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર અર્ધશતક ફટકારનાર ભારતીય ઓપનર અભિષેક શર્માએ પોતાની વિસ્ફોટક ઇનિંગ્સનો શ્રેય ઓલરાઉન્ડર શિવમ દુબેને આપ્યો. અભિષેકે ખુલાસો કર્યો કે ફાઇનલમાં તેમણે દુબેના બેટથી બેટિંગ કરી હતી, જે તેમના માટે ખૂબ જ લકી સાબિત થયું.
કંઈક અલગ કરવું હતું
ફાઇનલ પહેલાં અભિષેકની ફોર્મ ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની હતી. જોકે વર્ડ કપ મુકાબલામાં તેમણે શાનદાર વાપસી કરી અને માત્ર 18 બોલમાં અર્ધશતક ફટકાર્યું, જે ટી-20 વર્લ્ડ કપનું સૌથી ઝડપી અર્ધશતક રહ્યું.
તેમણે 21 બોલમાં 52 રનની ઝડપી ઇનિંગ્સ રમીને ભારતને મજબૂત શરૂઆત અપાવી. મેચ પછી અભિષેકે કહ્યું, મેં શિવમ દુબેના બેટથી બેટિંગ કરી, તેના માટે તેમને આભાર. સવારે મને કંઈક અલગ કરવાનું મન થયું. શુભમાન ગિલ આસપાસ નહોતો, તેથી હું દુબે પાસે ગયો અને તેમનું બેટ લઈને રમવાનો નિર્ણય કર્યો.

