Mumbai,તા.26
દક્ષિણ કોરિયાની ઓટોમેકર હ્યુન્ડાઈ ઈન્ડિયાને તેના આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા તરફાૃથી મંજૂરી મળી ગઈ છે. હ્યુન્ડાઈએ જૂન ૨૦૨૪માં સેબીમાં પેપર ફાઈલ કર્યા હતા. કંપની આશરે રૂ. ૧.૬૭ લાખ કરોડના વેલ્યુએશન સાાૃથે અંદાજે રૂ. ૨૫,૦૦૦ કરોડ એકત્ર કરવાની યોજના ાૃધરાવે છે. હ્યુન્ડાઈની સાથે ફૂડ ડિલિવરી એપ સ્વિગીને પણ સેબી તરફાૃથી ગ્રીન સિગ્નલ મળી ગઈ છે. સ્વિગીએ આઈપીઓ માટે એપ્રિલમાં ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા હતા.
નાણાકીય વર્ષ ૨૦૨૪માં મારૂતિ બાદ ભારતની સૌાૃથી મોટી કારમેકર હ્યુન્ડાઈએ ૧૯૯૮માં ભારતમાં તેનો પહેલો પ્લાન્ટ સૃથાપ્યો હતો. ત્યારબાદ, ૨૦૦૮માં બીજો પ્લાન્ટ સૃથાપ્યો હતો. કારમેકર રૂ. ૧૦ના ફેસ વેલ્યુ સાાૃથે ૧૪.૨ કરોડ શેર ઓફર કરી રહી છે.
જે કંપનીમાં લગભગ ૧૭.૫ ટકા હિસ્સો છે. કંપની દ્વારા હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નાૃથી. પરંતુ, આઈપીઓ ઓક્ટોબરમાં આવવાની સંભાવના છે.
હ્યુન્ડાઈનો આઈપીઓ સરકારી માલિકીની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના અંદાજે રૂ. ૨૧,૦૦૦ના લિસ્ટિંગને પછાડીને દેશનો સૌાૃથી મોટો આઈપીઓ બનશે. પરંતુ, તેનું આ નંબર-૧નું સૃથાન રિલાયન્સ જિયોના આઈપીઓ આવે ત્યાં સુાૃધી જ રહેશે. જિયો બજારમાંાૃથી આશરે રૂ. ૫૫,૦૦૦ કરોડ એકઠા કરે તેવી ાૃધારણા છે. મારૂતિ સુઝુકી ૨૦૦૩નો આઈપીઓ ૨૦૦૩માં આવ્યો હતો. આ સિવાય ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે.
ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપનો આઈપીઓ તેની હરીફ કંપની ઝોમેટોના આઈપીઓના ત્રણ વર્ષ બાદ આવશે. સ્વિગીએ એપ્રિલ મહિનામાં આઈપીઓ માટે ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા હતા. સ્વિગીની યોજના માર્કેટમાંાૃથી રૂ.૧૦,૦૦૦ ંકરોડ એકત્ર કરવાની છે. જે તેને ભારતનો છઠ્ઠો સૌાૃથી મોટો આઈપીઓ બનાવશે. તેની હરીફ કંપની ઝોમેટો એપ્રિલ ૨૦૨૧માં રૂ. ૯,૩૭૫ કરોડનો આઈપીઓ લાવી હતી. તે ૩૮ ગણો સબસ્ક્રાઈબ ાૃથયો હતો.
ભારતના સૌથી મોટા IPO
ક્રમ |
કંપનીનું નામ |
ઈશ્યુ સાઈઝ (કરોડ રૃ) |
લિસ્ટિંગ તારીખ |
૧ |
એલઆઈસી |
૨૧,૦૦૮.૪૮ |
૧૭ મે , ૨૦૨૨ |
૨ |
પેટીએમ |
૧૮,૩૦૦ |
૧૮ નવે., ૨૦૨૧ |
૩ |
કોલ ઈન્ડિયા |
૧૫,૨૦૦ |
૪ નવે., ૨૦૧૦ |
૪ |
રિલાયન્સ પાવર |
૧૧,૭૦૦ |
૧૧ ફેબુ્રઆરી, ૨૦૦૮ |
૫ |
જીઆઈસી |
૧૧,૨૫૬.૮૩ |
૨૫ ઓક્ટોબર, ૨૦૧૭ |
૬ |
એસબીઆઈ કાર્ડ્સ |
૧૦,૩૫૫ |
૧૬ માર્ચ, ૨૦૨૦ |
વિશ્વના સૌથી મોટા IPO
ક્રમ |
કંપનીનું નામ |
ઈશ્યુ સાઈઝ (બિલિયન ડોલર) |
૧ |
સાઉદી અરામ્કો |
૨૯.૪ |
૨ |
અલીબાબા ગુ્રપ |
૨૫ |
૩ |
સોફ્ટબેંક ગુ્રપ |
૨૩.૫ |
૪ |
એગ્રીકલ્ચર બેંક ઓફ ચાઈના |
૨૨.૧ |
૫ |
ઈન્ડ. કોમ.બેંક ઓફ ચાઈના |
૨૧.૯ |
૬ |
એઆઈએ ગુ્રપ |
૨૦.૫ |