Mumbai,તા.13
આઠ વર્ષ જૂની એક પ્રાઈવેટ ઓડિયો ચેટ વાયરલ થતાં રશ્મિકા મંદાના ભારે છંછેડાઈ છે. તેણે તમામ પ્લેટફોર્મ્સ, ઈન્ફ્લુએન્સર્સ તથા મીડિયાને ૨૪ કલાકમાં આ આ ઓડિયો ચેટ ડિલીટ નહિ કરે તો કાનૂની પગલાંની ચિમકી આપી છે.
આ ઓડિયો ચેટમાં રશ્મિકાનાં માતા સુમન મંદાના અગાઉ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ વખતે રશ્મિકાને કેટલો ત્રાસ વેઠવો પડયો હતો તેની વાત કરી રહ્યાં હોવાનું કહેવાય છે.
હજુ ગત મહિને વિજય દેવરકોંડા સાથે લગ્ન કરનારી રશ્મિકાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી તેની સતત સતામણી કરવામાં આવી રહી છે. મારા પર ટાર્ગેટેડ એટેક થઈ રહ્યા છે અને મારા શબ્દોને ખોટી રીતે ટાંકવામાં આવી રહ્યા છે. હું આ બધા વિશે ક્યારેય નથી બોલી કારણ કે તેનાથી એ અપપ્રચાર અને ધૃણાસ્પદ વાતોને જ વધારે ફેલાવો મળે તેમ છે.

