New Delhi, તા.26
દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરોએ પુરુષોની ICC T20 બોલિંગ રેન્કિંગમાં સુધારો કર્યો છે. આ યાદીમાં ચાર કિવી ફાસ્ટ બોલરોએ પોતાના રેન્કિંગમાં સુધારો કર્યો છે. તેમાં ફર્ગ્યુસન, સીયર્સ ,જેમીસન અને ફોક્સ સામેલ છે
ભારતનો અભિષેક શર્મા T20 બેટિંગ રેન્કિંગમાં ટોચ પર યથાવત છે. તે હાલમાં તેના વતન મિત્ર ઇશાન કિશનથી આગળ છે. જોકે, ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ બે સ્થાન ઉપર આવીને સાતમા સ્થાને પહોંચી ગયા છે.

