Tehran,તા,31
હોર્મુઝે જળમાર્ગ પર કબજો કરીને યુદ્ધને વધુ ભીષણ બનાવી રહેલા ઈરાને હવે આ મહત્વના જળમાર્ગમાંથી પસાર થવા માટે જહાજો પર ટોલ ટેકસ લાદવા ઈરાનની સંસદે મંજુરી આપી છે.
ઈરાની ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ હોર્મુઝના જળમાર્ગની સુરક્ષા વ્યવસ્થા તથા પર્યાવરણના બચાવ માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાં કઈ રીતે ટોલ ટેકસ વસુલ કરવો તે પણ નિશ્ચિત કરાયુ છે.
આ નવી વ્યવસ્થામાં અમેરિકા કે ઈઝરાયેલના જહાજોને પુરી રીતે પ્રતિબંધીત કરાયા છે તથા ઈરાન તેની સૈન્ય હાજરી વધુ મજબૂત કરશે. એક તરફ અમેરિકા આ જળમાર્ગ પોતાના અંકુશમાં લેવા માંગે છે તે વચ્ચે ઈરાનનો આ નિર્ણય મહત્વનો છે.

