Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર
    • ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા
    • Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા
    • Shahrukh Khan ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ’વશ’ને પણ નેશનલ એવોર્ડ
    • Kanya Puja 2025: કન્યા પૂજન ફક્ત અષ્ટમી કે નવમી પર જ કેમ કરવામાં આવે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો
    • જો પાકિસ્તાની ક્રિકેટ ટીમે ભારત સામેની મેચ જીતવી હોય તો Army Chief Asim Munir ઇનિંગની શરૂઆત કરવી જોઈએ,Imran Khan
    • West Indies સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી અંગે ચર્ચા થઈ રહી છે
    • હોમબાઉન્ડ સ્ક્રીનિંગમાં બ્રેકઅપ પછી Malaika Arora and Arjun Kapoor ફરી મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Farmer ને ફક્ત 30% જ્યારે છુટક-હોલસેલર વેપારીને 65% વળતર, RBIના રિપોર્ટમાં શૉકિંગ ખુલાસો
    વ્યાપાર

    Farmer ને ફક્ત 30% જ્યારે છુટક-હોલસેલર વેપારીને 65% વળતર, RBIના રિપોર્ટમાં શૉકિંગ ખુલાસો

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.05

    ભારતના રસોઈઘરમાં સૌથી વધુ વપરાતા ટામેટાં, ડુંગળી અને બટાકાના છૂ વેચાણ ભાવનું ત્રીજા ભાગના નાણાં ટાટ હુંગળી અને બટાકાની ખેતી કરતાં ખેડૂતોને મળતાં નથી. તેમાં હોલસેલર અને છૂટક વેપારીઓ જ મોટો હિસ્સો કમાઈ રહ્યા છે, એમ રિઝર્વ બેન્કે તૈયાર કરેલી વર્કિંગ પેપર સિરીઝમાં જણાવવામાં આવ્યું છે. ટામેટાના છૂટક ભાવના 33 ટકા, ડુંગળીમાં 36 ટકા અને બટાકામાં 37 ટકા નાણાં ખેડૂતોના હિસ્સામાં આવે છે.

    કૃષિ ઉત્પન્ન બજારના જાણકાર જાણકાર સૂત્રો કહે છે કે, એપીએમસીના વેપારીઓ કાર્ટેલ રચીને સારામાં સારી ખેત ઉપજના નિશ્ચિત કિંમત ઉપરના ભાવ ખેડૂતોને મળવા દેતા જ નથી. જૂના જમાનામાં સફેદ રૂમાલની પાછળ આંગળીઓ લડાવીને તેઓ ભાવ નક્કી કરી દેતા હતા તેમાંય છેતરપિંડી જ હતી. આમ મહેનત કરનાર ખેડૂતને છ મહિનાની મહેનત પછીય યોગ્ય વળતર મળતું નથી. તેની સામે એપીએમસીના વેપારીઓ છ કલાકમાં મબલખ કમાણી કરી લે છે.

    ફૂડ પ્રોસેસિંગની ક્ષમતામાં વધારો કરવો જરૂરી છે 

    રિઝર્વ બેન્કના અહેવાલ અનુસાર,ખેતઉપજની વેલ્યુ ચેઈનમાં સુધારો લાવવા માટે માર્કેટિંગ રિફોર્મ કરવા જરૂરી છે. તેમ જ ખેત ઉપજનો સંગ્રહ કરવાની વ્યવસ્થાને વધુ સંગીન બનાવવી તથા ફૂડ પ્રોસેસિંગની ક્ષમતામાં વધારો કરવો પણ એટલો જ જરૂરી છે. આ ઉપરાંત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના માધ્યમથી ઉપજના પ્રમાણમાં વધારો કરવી જરૂરી ક્લાઈમેટ ચેન્જની અસર પડે તેવી વરાયટીઓ ડેવલપ કરવી પણ એટલી જ જરૂરી છે. ખેતી કરવા માટેની ઈનોવેટિવ ટેકનિક પણ લાવવી એટલી જ જરૂરી છે. તેમ જ ખેત ઉપજના આખરી વપરાશકાર દ્વારા ખર્ચવામાં આવતા ખેતઉપજ ખરીદવા માટેના એક રૂપિયામાંથી ખેડૂતોને અત્યારે મળતા હિસ્સા કરતાં વધુ મોટો હિસ્સો મળવો જરૂરી છે.

    આબોહવામાં આવતા પરિવર્તનની પાક પર અસર થાય

    ભારતમાં ટામેટાં, ડુંગળી અને બટાકાનું ઉત્પાદન અને વપરાશ સૌથી વધુ થાય છે. તેના પાકની સીઝન નાની રહેતી હોવાથી તેના ભાવનાં નોંધપાત્ર વધઘટ આવતી હોવાનું જોવા મળે છે. ટામેટા, બટાકા અને ડુંગળી બહુ લાંબો સમય સુધી સાચવી શકાતા નથી. ચોક્કસ પ્રદેશોમાં જ તેની વધુ ખેતી થાય છે. તેમ જ આબોહવામાં આવતા પરિવર્તનની તેના પર ખાસ્સી વધારે અસર થાય છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સમાં આ ત્રણ કોમોડિટીનું કુલ સહિયારું વજન 4.8 ટકા જ છે. છતાંય ફુગાવાની વાતનો ઉલ્લેખ આવે ત્યારે તેના ભાવની ખાસ્સી અસર જોવા મળે છે.

    આબોહવામાં આવતા બદલાવને કારણે તેના પુરવઠા પર પણ અસર પડે છે. દુષ્કાળ કે પૂરને કારણે પણ તેના સપ્લાય પર અસર પડે છે. તેવી જ રીતે લઘુત્તમ ટેકાના ભાવ કેટેલા જાહેર કરવામાં આવે છે તેના પર પણ તેના સપ્લાયનો આધાર રહેલો છે. રાસાયણિક ખાતરના ભાવ પર પણ તેના સપ્લાયનો આધાર રહેલો છે. માથાદીઠ આવકમાં જોવા મળતી વધઘટની અસર પણ તેના વેચાણ પર જોવા મળે છે. તેના કારણે માસિક માથાદીઠ ખર્ચ વધારો થાય તો તેની ડિમાન્ડમાં વધારો થાય છે. તેમ જ માસિક માથાદીઠ ખર્ચમાં વધારો થાય તો પણ તેની અસર ડિમાન્ડ પર આવે છે. તેના વિકલ્પે વપરાતી વસ્તુઓના ભાવની સ્થિતિ પણ તેની ડિમાન્ડ પર અસર કરે છે.

    પાકની લણણીની મોસમમાં ખેડૂતો પોતાની ઉપજ ફેંકી દેતા હોવાનું અથવા તો હતાશાના સમયના મળે તે ભાવે વેચાણ કરી દેતા હોવાનું જવા મળે છે. તેમાંય બજાર ભાવ તેના પાકની ઉત્પાદન કિંમત કરતાં નીચે આવી જાય ત્યારે તેઓ તેમના ખેત ઉપજને મળે તે ભાવે વેચી દેતા હોવાનું જોવા મળે છે. બીજીતરફ શાકભાજીની સીઝન ન હોય તે ગાળામાં ગ્રાહકો પાસેથી વધારે કિંમત છૂટક વેચાણકારો પડાવે છે. ખેડૂતોને મળતી કિંમત અને ખેતી કરનારા લોકો વચ્ચેનો ગાળો સતત વધી રહ્યો છે.

    ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકતી સરકાર પહેલાં ખેડૂતોનું શોષણ અટકાવે

    ખેડૂતોની આવક બમણી કરી આપવાના બણગા ફૂંકતી સરકાર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ સહિતના વેપારી આલમ દ્વારા ખેડૂતોના કરવામાં આવતા શોષણને અટકાવવા પહેલા પગલાં લે તે જરૂરી છે. ખેડૂતો એપીએમસીમાં માલ લઈને જાય ત્યારે વેપારીઓની કાર્ટેલ અગાઉથી જ ભાવ નક્કી કરી બેઠી હોય છે. તેઓ હંમેશા કાર્ટેલમાં જ કામ કરે છે. બહુ જ ઓછા ખેડૂતોના અનાજ-શાકભાજી ઊંચા ભાવે ખરીદવામાં આવે છે.

    બાકીના બધાં જ ખેડૂતોના ઉત્પાદનોને પાણીના ભાવે પડાવી લેવાનો પ્રયાસ કરે છે. તે માટે વેપારીઓની કાર્ટેલ રચાયેલી હોય છે. આ વેપારીઓ એપીએમસીના બોર્ડમાં પણ પ્રતિનિધિત્વ ધરાવતા હોય છે. તેમની મિલીભગતને કારણે ખેડૂતને વાજબી ભાવ મળતા નથી. વાજબી ભાવ ન મળતા હોવા છતાં ખેડૂતને માલ લાવવા માટે ભાડે કરેલા વાહનનો ખર્ચ માથે ન પડે તે માટે ખેડૂતે જે મળે તે ભાવે માલ વેચીની ચાલ્યા જવું પડે છે. કૃષિ પેદાશોની ખરીદી કરતાં વેપારીઓની આ દાદાગીરી સરકાર તોડશે નહીં ત્યાં સુધી ખેડૂતોને વાજબી ભાવ મળશે જ નહીં.

    Farmers onions potatoes RBI-Reports Tomatoes wholesalers
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Shahrukh Khan ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ’વશ’ને પણ નેશનલ એવોર્ડ

    September 23, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 23, 2025
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 23, 2025
    રાષ્ટ્રીય

    જાહેર ખર્ચે નેતાઓના પૂતળા મુકી શકાય નહી : Supreme Court

    September 23, 2025
    રાષ્ટ્રીય

    Indian Airspace માં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી, સરકારે પ્રતિબંધ લંબાવ્યો

    September 23, 2025
    રાષ્ટ્રીય

    કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો, 4 રાજ્યોથી કરી શરૂઆત

    September 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025

    Shahrukh Khan ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત, ગુજરાતી ફિલ્મ ’વશ’ને પણ નેશનલ એવોર્ડ

    September 23, 2025

    Kanya Puja 2025: કન્યા પૂજન ફક્ત અષ્ટમી કે નવમી પર જ કેમ કરવામાં આવે છે? તેનું ધાર્મિક મહત્વ જાણો

    September 23, 2025

    જો પાકિસ્તાની ક્રિકેટ ટીમે ભારત સામેની મેચ જીતવી હોય તો Army Chief Asim Munir ઇનિંગની શરૂઆત કરવી જોઈએ,Imran Khan

    September 23, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Russiaએ ભારતને આપી જી-૫૭ લડાકૂ વિમાનની ઓફર

    September 23, 2025

    ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાંસના પ્રમુખને અડધા રસ્તે રોક્યા

    September 23, 2025

    Taliban ને ૨૦ મહિલાઓ સહિત ૧૧૪ લોકોને ફટકારી અમાનવીય સજા

    September 23, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.