Mumbai,તા.28
વર્ષ 1981માં આવેલી હિટ ફિલ્મ ‘ઉમરાવ જાન’ને હવે 4K ટેકનોલોજીમાં રિસ્ટોર કરવામાં આવી છે. આ ફિલ્મનું યુરોપિયન પ્રીમિયર આવતાં અઠવાડિયે લંડનમાં શરૂ થનારા ‘ટંગ્સ ઓન ફાયર યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ’માં કરવામાં આવશે.
મુઝફ્ફર અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને એક ક્લાસિક ફિલ્મ માનવામાં આવે છે, જે રેખા દ્વારા ભજવવામાં આવેલી એક ગણિકા અને કવયિત્રીના જીવન પર આધારિત છે.
નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઈન્ડિયા દ્વારા આ ફિલ્મને રિસ્ટોર કરવાનું કામ કરવામાં આવ્યું છે, જેથી આજના જમાનાના દર્શકો આ ફિલ્મની સુંદરતા અને તેની ઝીણવટભરી વિગતોને નવા રંગ-રૂપમાં જોઈ શકે.
લંડનમાં બીએફઆઈ આઈમેક્સ ખાતે આ ફિલ્મ બતાવવામાં આવશે, ત્યારબાદ નિર્દેશક મુઝફ્ફર અલી સાથે ખાસ વાતચીત પણ યોજાશે. અલી અવારનવાર આ ફિલ્મને એક “ગંભીર કણાંતિકા” તરીકે વર્ણવે છે, જે મનુષ્યની મજબૂરી અને આત્મ-સાક્ષાત્કારની વાત કરે છે.
આ સ્ક્રીનિંગ દક્ષિણ એશિયાની વાર્તાઓ પર આધારિત ફેસ્ટિવલના મુખ્ય કાર્યક્રમનો એક ભાગ છે, જેની થીમ ‘સ્ટોરીઝ ધેટ બાઈન્ડ અસ’ એટલે કે “વાર્તાઓ જે આપણને જોડે” રાખવામાં આવી છે.

