Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    23 ઑગસ્ટ નું પંચાંગ

    August 22, 2025

    23 ઑગસ્ટ નું રાશિફળ

    August 22, 2025

    Akshay Kumar દર અઠવાડિયે ૩૬ કલાક કંઈ ખાતો નથી, રવિવાર રાત્રિ પછી, મંગળવારે સ્ટ્રો સીધો પેટમાં જાય છે

    August 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 23 ઑગસ્ટ નું પંચાંગ
    • 23 ઑગસ્ટ નું રાશિફળ
    • Akshay Kumar દર અઠવાડિયે ૩૬ કલાક કંઈ ખાતો નથી, રવિવાર રાત્રિ પછી, મંગળવારે સ્ટ્રો સીધો પેટમાં જાય છે
    • લાખો ચહેરા પર સ્મિત લાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર Jaswinder Bhalla નું અવસાન
    • હાથમાં ફ્રેકચર છતાં પણ Shahrukh ની ઉર્જા બેજોડ
    • Pawan Kalyan ની ‘હરિ હરા વીરા મલ્લુ’ઓટીટી પર રીલીઝ કરવા નિર્ણય
    • ‘રેડ ૨’ ફેમ Amit Sial ની ફિલ્મ ‘રામાયણ’માં એન્ટ્રી
    • સાઉથના સ્ટાર્સ ચમકીલા કપડા નહી પહેરે પણ વિનમ્ર વધુ હશેઃ Shruti Haasan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને ભાડે આપશો તો 18% GST ચૂકવવો જ પડશે
    વ્યાપાર

    રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને ભાડે આપશો તો 18% GST ચૂકવવો જ પડશે

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા,10

    રહેઠાણ સિવાયની કોઈપણ સ્થાવર મિલકત જીએસટીનું રજિસ્ટ્રેશન ન ધરાવતી વ્યક્તિ રજિસ્ટ્રેશન ધરાવનાર વ્યક્તિને ભાડેથી આપે તો રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિ પોતે ભાડાની રકમના 18 ટકા રકમ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પેટે ભાડે લેનાર વ્યક્તિએ સરકારમાં જમા કરાવવો પડશે. આ રીતે દુકાન, ઓફિસ, ગોદામ, જમીન કે પછી કો વર્કિંગ પ્લેસ ભાડે આપનાર રજિસ્ટર્ડ વ્યક્તિ હોય તો તેની પાસેથી ભાડેથી તે જગ્યા લેનારે 18 ટકાના દરે જીએસટી જમા કરાવવો પડશે. રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને કોઈપણ હેતુથી ભાડે આપવામાં આવશે રજિસ્ટર્ડ ડીલર અનરજિસ્ટર્ડ વ્યક્તિ કે કંપની કે સંસ્થાને આપશે તો તેને માટે ભાડું ઉપરાંત ભાડે લેનારે 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે.

    સીબીઆઈસીએ આઠમી ઓક્ટોબરે બહાર પાડેલો આ પરિપત્ર દસમી ઓક્ટોબરથી સમગ્ર દેશમાં લાગુ પડશે. જોકે કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા માટે પહેલાથી જ 18 જીએસટી વસૂલવામાં આવતો હતા.  જીએસટીના એક્સપર્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે કે આ નવા પરિપત્ર પછી રહેઠાણ માટેનું ઘર કોઈને રહેવા માટે કોઈ વ્યક્તિ ભાડે આપશે અને ભાડે આપનાર વ્યક્તિ જીએસટીનું રજિસ્ટ્રેશન ન ધરાવતો હોય અને તે મકાન ભાડે લેનાર પણ રજિસ્ટર્ડ ન હોય તો તેવા સંજોગમાં તેમને ગુડ્સ એન્ડ સવસ ટેક્સ ભરવામાંથી માફી મળશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમના પર કોઈ જ જીએસટી લાગશે નહિ.

    બીજીતરફ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવનાર વ્યક્તિ પોતાની માલિકીની રહેઠાણની જ મિલકત હોય અને તે કોમર્શિયલ હેતુ માટે કોઈપણ વ્યક્તિને ભાડેથી આપશે તો તેણે તેના ભાડાંની આવક પર 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. આમ આ સોદામાં મિલકત ભાડે આપનારે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવવાનો આવશે.ત્રીજું, રહેઠાણની મિલકત હોય અને રહેઠાણના હેતુથી જ તે મિલકત ભાડે આપવામાં આવશે અને ભાડે આપનાર જીએસટી રજિસ્ટ્રેશન ન ધરાવતો હોય અને ભાડે લેનાર રજિસ્ટર્ડ વ્યક્તિ કે સંસ્થા હશે તો તેમને જીએસટી ભરવામાંથી માફી મળશે. ચોથું રહેઠાણની મિલકત હોય અને તેનો કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવાના હેતુથી ભાડે આપવામાં આવે અને ભાડેથી આપનાર વ્યક્તિ જીએસટી રજિસ્ટ્રેશન ન ધરાવતી હોય અને જીએસટી રજિસ્ટ્રેશન ધરાવનાર વ્યક્તિને તે મિલકત ભાડેથી આપે તો તેવા સંજોગોમાં ભાડેથી લેનાર અને ભાડું ચૂકવનાર વ્યક્તિએ તેના પર 18 ટકા જીએસટી સરકારમાં સીધો જમા કરાવવો પડશે. આ વ્યવસ્થાને રીવર્સ ચાર્જ મિકેનિઝમ તરીકે ઓળખાવવામાં આવે છે.

    રેસ્ટોરાંનો ખર્ચ વધી જશે, વાનગીઓ મોંઘી થશે

    રેસ્ટોરાંની જગ્યા પણ બહુધા ભાડે જ લેવાયેલી હોય છે. રેસ્ટોરાં પાસે જીએસટીનું રજિસ્ટ્રેશન હોય જ છે. પરંતુ ભાડે આપનાર રજિસ્ટર્ડ ન હોય તો તેવા સંજોગોમાં રેસ્ટોરાં સંચાલકોએ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડાંની રકમ પરનો 18 ટકા જીએસટી જમા કરાવવો પડે છે. હવે આ રેસ્ટોરાં 18 ટકા જમા કરાવે છે તે તેની વધારાની કોસ્ટ થઈ જશે. તેની ક્રેડિટ તેને મળવાનો રસ્તો રહેતો જ નથી. રેસ્ટોરાંની વાનગીઓ પર લેવાતા 5 ટકા જીએસટીનું તેમને રિફંડ મળવા પાત્ર જ નથી. તેથી ભાડાંની રકમ પરના 18 ટકા જીએસટીની રકમ એડજસ્ટ કરવાનો કોઈ વિકલ્પ નથી. તેવ જ રીતે  આ રેસ્ટોરાં ઇ-કોમર્સ પણ કરે છે. તેના પ્રોડક્ટ્સની ડીલીવરી સ્વિગી અને ઝોમેટો જેવા ડિલીવરીના કામ કરનારાઓના માધ્યમથી થાય છે. ડીલીવરી કરનાર સ્વિગી અને ઝોમેટો પ્રોડક્ટ્સ પરના જીએસટીની રકમ તે ખરીદનાર પાસેથી વસૂલીને સરકારમાં સીધી જમા આવી દે છે. તેથી રેસ્ટોરાં સામે તે એક્ઝમ્ટેડ સેવા થઈ જાય છે. તેથી તે રકમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેને મળવાપાત્ર બનતી જ નથી. આ વધારાના ખર્ચનો બોજ વાનગીઓના ભાવ વધારી દઈને ગ્રાહક નામની કન્યાની કેડ પર નાખી દેવામાં આવશે.

    ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચરમાં આવતા લોકો ભેરવાશે

    દસમી ઓક્ટોબરથી અમલમાં આવનારા આ પરિપત્રને કારણે જે બિઝનેસ ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચર કે પછી એક્ઝમ્પ્ટેડ હશે તે બિઝનેસને આ વ્યવસ્થા હેઠળ કોઈ જ રિફંડ મળી શકશે નહિ. તેમની મોટી રકમ બ્લોક થઈ જવાની સંભાવના રહેલી છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો એક કંપની કાચા માલની ખરીદી કરીને ફિનિશ્ડ પ્રોડક્ટ તૈયાર કરવા માટે અંદાજે 18 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ચૂકવે છે. તેમના ફિનિશ્ડ પ્રોડક્ટ્સ પર 12 ટકા જીએસટી લાગતો હોવાથી તેમના અંદાજે છ ટકા જેટલા નાણાં જીએસટી કચેરીમાં કાયમને માટે જમા પડયા રહે છે. આ રકમ તેમની કાયમને માટે બ્લોક થઈ જાય છે. હવે તેઓ પોતે તો જીએસટીમાં રજિસ્ટર્ડ છે. પરંતુ તેઓ જો જીએસટીમાં રજિસ્ટ્રેશન ન ધરાવનારી વ્યક્તિ પાસેથી કોઈપણ હેતુસર ભાડાથી મિલકત કે ઓફિસ લેશે તો તેને માટે તેમણે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. જીએસટીની આ રકમની તેમને ક્રેડિટ મળશે, પરંતુ તેનું રિફંડ મળશે નહિ. કારણ કે સર્વિસનું રિફંડ આપવામાં આવતું જ નથી. આમ ભાડેથી મિલકત આપવી તે સર્વિસ છે. તેનું રિફંડ મળી શકે જ નહિ.

    એક્ઝમ્પ્ટેડ કેટેગરીમાં આવતા જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓ પર શી અસર પડશે.

    એક્ઝમ્પ્ટેડ કેટેગરીમાં આવતા બિઝનેસ ધારકોને આ નવા પરિપત્રને કારણે બહુ જ ખરાબ સ્થિતિમાં મૂકાવું પડશે એમ જણાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડ જણાવે છે કે, ‘એક્ઝમ્પ્ટેડ કેટેગરીમાં હોસ્પિટલ સેવા આપનારા, ઈ-કોમર્સવાળાનો સમાવેશ થાય છે. ઇ-કોમર્સવાળા રજિસ્ટર્ડ છે પણ જીએસટીમાં માફીપાત્ર ગણાય છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો સામાન્ય રીતે હોસ્પિટલ્સ જગ્યા ભાડેથી જ લે છે. હોસ્પિટ્લ જીએસટીમાં રજિસ્ટર્ડ હોય જ છે. તેમણે ભાડેથી લીધેલી મિલકત પર 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. પરંતુ તેમના ખાતામાં તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ આવે તો પણ તેઓ તેનો ઉપયોગ કરી શકશે નહિ. તેનો રિફંડ તરીકે તેઓ ઉપાડ પણ કરી શકતા નથી. આમ હોસ્પિટલ્સની જગ્યા ભાડેથી લઈને ચલાવનારાઓ પર 18 ટકાનો વધારાનો બોજ આવશે.’

    લમસમનો વિકલ્પ પસંદ કરનારા વેપારીઓ ભેરવાશે

    કોમ્પોઝિટનો એટલે કે લમસમનો વિકલ્પ પસંદ કરનારા વેપારીઓ સામાન્ય રીતે આવકના એક ટકા અથવા તો સર્વિસ પ્રોવાઈડર હોય તો આવકના છ ટકા રકમ જીએસટી જમા કરાવી દેવો પડે છે. તેઓ ભાડેથી જગ્યા લઈને ધંધો કરતાં હશે તો તેમના ભાંડાની રકમ પર ચૂકવવાના થતાં 18 ટકા જીએસટીની રકમ તેમની કોસ્ટ વધારી દેશે. લમસમનો વિકલ્પ પસંદ કરનારાઓ જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતા જ હોય છે. તેઓ અન રજિસ્ટર્ડ વ્યક્તિ કે સંસ્થા પાસેથી તેમની મિલકત ભાડે લેશે તો તેના પર તેમણે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. આ અઢાર ટકા રકમની તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહિ, કારણ કે તેઓ લમસમનો વિકલ્પ પસંદ કરી ચૂક્યા છે. આ જ રીતે જીએસટીમા કોમ્પોઝિટ એટલે કે લમસમનો વિકલ્પ પસંદ કરનારા વેપારીએ રહેઠાણની મિલકત કોમર્શિયલ હેતુસર ભાડેથી લીધેલી હશે અને ભાડેથી આપનાર જીએસટી રજિસ્ટ્રેશન ધરાવતો નહિ હોય તો તેવા સંજોગોમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ તેણે 18 ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેને મળશે નહિ.

    GST Rental-Property-Deals
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Future ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 22, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 22, 2025
    રાષ્ટ્રીય

    પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બેન્કના નવા રેટ

    August 22, 2025
    રાષ્ટ્રીય

    ટુ વ્હીલરથી નાની કારના ભાવ ઘટશે: SUV સેડાનના ચાહકોને પણ નીચા GST નો લાભ

    August 22, 2025
    વ્યાપાર

    SEBI એ IPO નિયમો હળવા કર્યા, રિલાયન્સ જિયો અને NSE માટે મોટી રાહત

    August 22, 2025
    રાષ્ટ્રીય

    આયાત જકાત હટાવાતા જ Cotton prices માં બે દિવસમાં 1100નો કડાકો

    August 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    23 ઑગસ્ટ નું પંચાંગ

    August 22, 2025

    23 ઑગસ્ટ નું રાશિફળ

    August 22, 2025

    Akshay Kumar દર અઠવાડિયે ૩૬ કલાક કંઈ ખાતો નથી, રવિવાર રાત્રિ પછી, મંગળવારે સ્ટ્રો સીધો પેટમાં જાય છે

    August 22, 2025

    લાખો ચહેરા પર સ્મિત લાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર Jaswinder Bhalla નું અવસાન

    August 22, 2025

    હાથમાં ફ્રેકચર છતાં પણ Shahrukh ની ઉર્જા બેજોડ

    August 22, 2025

    Pawan Kalyan ની ‘હરિ હરા વીરા મલ્લુ’ઓટીટી પર રીલીઝ કરવા નિર્ણય

    August 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    23 ઑગસ્ટ નું પંચાંગ

    August 22, 2025

    23 ઑગસ્ટ નું રાશિફળ

    August 22, 2025

    Akshay Kumar દર અઠવાડિયે ૩૬ કલાક કંઈ ખાતો નથી, રવિવાર રાત્રિ પછી, મંગળવારે સ્ટ્રો સીધો પેટમાં જાય છે

    August 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.