Gandhinagar,તા.11
ભક્તિ-શક્તિ-આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિમાં આજે હવનાષ્ટમી છે. આ નિમિત્તે અનેક માઇ મંદિરોમાં આવતીકાલે હવનનું આયોજન કરાયું છે. શક્તિપીઠ અંબાજી ખાતે આજે સવારે હવનનો પ્રારંભ થયો છે અને સાંજે સાંજે પુર્ણાહૂતિ કરાશે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી, નવાપુરા બહુચરાજી સહિતના મંદિરોમાં પણ આજે હવન થશે. ભદ્રકાળી મંદિરના દ્વાર શુક્રવારે 6 વાગે ખુલશે. શનિવારે સવારે પાંચ વાગે બંધ થશે. આમ, ભક્તો 23 કલાક સુધી સતત દર્શન કરી શકશે. આવતીકાલે રાતે 12 વાગે હવનનો પ્રારંભ થશે અને સવારે 4 વાગે પુર્ણાહૂતિ થશે. બપોરે વિશેષ ભોગનું પણ આયોજન કરાયું છે.જ્યોતિષીઓના મતે શનિવારે સવારે 10:59 સુધી નોમ અને સવારે 11 થી દશેરા છે. દશેરાએ બપોરે 12:39 થી સાંજે 4:20 સુધી વિવિધ મુહૂર્ત છે. 12 ઓક્ટોબરના સવારે 8:05 થી 9:35 દરમિયાન પૂજા વિધાનના માર્ગદર્શન અનુસાર ઘટ સ્થાપન કરી શકાશે.