Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani
    • વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું
    • Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો
    • Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ
    • Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા
    • Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ
    • Amreli માં ગે ડેટિંગ એપથી હનીટ્રેપઃ યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
    • Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ranveer Singh સાથે ફિલ્મ બૉડીમાંથી કોઈ કામ નહીં કરે
    મનોરંજન

    Ranveer Singh સાથે ફિલ્મ બૉડીમાંથી કોઈ કામ નહીં કરે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 27, 2026Updated:May 28, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એફડબલ્યુઆઈસીઈના મુખ્ય સલાહકાર અશોક પંડિત, પ્રમુખ બિરેન્દ્રનાથ તિવારી અને માનદ જનરલ સેક્રેટરી અશોક દુબે આ ચર્ચામાં હાજર રહ્યા હતા

    Mumbai, તા.૨૭

    રણવીર સિંહે ફરહાન અખ્તરની ડૉન ૩ છોડી અને તેમની વચ્ચે વિવાદ થયા પછી કેટલીક બેઠકો પણ થઈ પરંતુ આ મુદ્દાનું કોઈ નિરાકરણ આવ્યું નહોતું. રણવીરને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યો હતો અને ટીમે પ્રી પ્રોડક્શનનું કામ શરુ કરી દીધું હતું પછી રણવીરે ફિલ્મ છોડી દીધી તેથી ફરહાનના એક્સેલ એન્ટરટેઇનમેન્ટે ૪૫ કરોડનાં વળતરની માગ કરી હતી. સોમવારે ધ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોય્ઝ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં તેમણે રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચેના વિવાદ અંગે ચર્ચા કરી હતી. એફડબલ્યુઆઈસીઈના મુખ્ય સલાહકાર અશોક પંડિત, પ્રમુખ બિરેન્દ્રનાથ તિવારી અને માનદ જનરલ સેક્રેટરી અશોક દુબે આ ચર્ચામાં હાજર રહ્યા હતા. જ્યાં તેમણે જાહેર કર્યું હતું કે ફિલ્મ બૉડી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યાં હતાં.બિરેન્દ્રનાથ તિવારીએ કહ્યું, “તાત્કાલિક અસહકાર નોટીસ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ બૉડીના કોઈ પણ સભ્ય રણવીર સિંહ સાથે કામ નહીં કરે. જ્યાં સુધી રણવીર સાથે કોઈ વાત નહીં થાય , જ્યાં સુધી એ સામેથી આવીને વાત નહીં કરે, ત્યાં સુધી આ અસહકાર ચાલુ રહેશે. ફ્વાઇસ રણવીરનો પક્ષ સાંભળવા પણ તૈયાર છે અને બંને પક્ષ સહમત હોય એવા કોઈ યોગ્ય અને આખરી નિર્ણય તરફ આગળ વધશે.”રણવીરની ટીમનાં પ્રવક્તા તરફથી મંગળવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં રણવીરની બાજુથી મત જાહેર કરવામાં આવ્યો હતો. આ નિવેદનમાં કહેવાયું, “ડોન ળેન્ચાઇઝી અને ફિલ્મ ળેટર્નિટી સાથે જોડયેલા દરેક વ્યક્તિ પ્રત્યે રણવીર સર્વોચ્ચ આદર અને માન ધરાવે છે. ડોન ૩ની આસપાસની છેલ્લા થોડા સમયની ઘટનાઓ દરમિયાન તેમણે ઇરાદાપૂર્વક મૌન રહેવાનું પસંદ કર્યું છે કારણ કે એ માને છે કે પ્રોફેશનલ ચર્ચાઓમાં અને વ્યક્તિગત સંબંધોમાં માન, મેચ્યોરિટી અને એકબીજા પ્રત્યેના આદરથી કામ લેવું જોઈએ.”આગળ લખાયું, “આ સમય દરમિયાન ઘણી ચર્ચાઓ અને ધારણાઓ ચાલી છે, પરંતુ રણવીરે ક્યારેય તેને જાહેરમાં જવાબ આપવાનું કે વિવાદમાં ઝંપલાવવાનું યોગ્ય નથી માન્યું. તેનું સંપુર્ણ ધ્યાન તેનાં કામ અને આવનારા કમિટમેન્ટ પર જ રહ્યું છે. તે આજે પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે ઊંડો આદર અને શુભેચ્છા ધરાવે છે અને ળેન્ચાઇઝીને સતત સફળતા મળે તેવી હૃદયપૂર્વક કામના કરે છે. આવી પરિસ્થિતિઓમાં સંયમ અને શાલીનતા જાળવવાનો નિર્ણય હંમેશા તેમની તરફથી જાણીજોઈને લેવામાં આવ્યો છે અને તેઓ આગળ પણ એ જ વલણ જાળવી રાખશે.”જોકે, બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ફ્વાઇસ પાસે કોઈ જ કલાકાર કે ક્રુ પર આ રીતે પ્રતિબંધ મુકવાનો કોઈ અધિકાર કે સત્તા નથી. ફ્વાઇસ  તેના સભ્યોને રણવીર સિંહ સાથે જોડાયેલી ફિલ્મોમાં સહકાર ન આપવા માટે કહી શકે છે, પરંતુ તે સભ્યો ઇચ્છે તો આ સૂચનાનું પાલન ન કરવાનું પણ પસંદ કરી શકે છે. જો કોઈ એવું કરે, તો ફ્વાઇસ તેમની સામે આર્થિક અથવા અન્ય કોઈ પ્રકારની કાર્યવાહી કરી શકશે નહીં. ઉપરાંત, રણવીર સાથે જોડાયેલા કોઈપણ ફિલ્મ પ્રોજેક્ટ ફ્વાઇસની બહારના કલાકારો અને ટેન્કિશિયનને પણ કામ પર રાખી શકે છે. જોકે યુનિયન પાસે બોલિવૂડના હજારો સભ્યો હોવાનો દાવો છે, પરંતુ તેનાં સભ્યો આખા ફિલ્મ ઉદ્યોગને આવરી લેતાં નથી.

    Ranveer Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ૨૫ વર્ષીય Marathi actor Mahesh Pawar નું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું, તેમની કાર ૧૦૦૦ ફૂટ ઊંડી કોતરમાં પડી ગઈ

    May 28, 2026
    મનોરંજન

    Tiger Shroff ની એક પછી એક ફ્લોપ ફિલ્મો પર જેકી શ્રોફની પ્રતિક્રિયા, “તે આપણા હાથમાં નથી.”

    May 28, 2026
    ખેલ જગત

    અમારી સાથે મજબૂત રીતે ઉભા રહેવા બદલ બધા પીબીકેએસ સમર્થકોનો ખૂબ ખૂબ આભાર,Preity Zinta

    May 28, 2026
    મનોરંજન

    પોતાની ઉંમર અને લગ્નને લઈને ટ્રોલ થયેલી અભિનેત્રીએ ટ્રોલરને યોગ્ય જવાબ આપતા કહ્યું, “લગ્ન કરીને તમે શું મેળવ્યું ?

    May 28, 2026
    મનોરંજન

    Ram Charan ની પેડ્ડીની રિલીઝ જાપાન રદ થતાં મોટો ફટકો

    May 28, 2026
    મનોરંજન

    બે છોકરીઓને લઇને ભારતમાં એક્શન ફિલ્મ બને છે એ જ કમાલ છે : Bobby Deol

    May 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026

    Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ

    May 28, 2026

    Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા

    May 28, 2026

    Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ

    May 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani

    May 28, 2026

    વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું

    May 28, 2026

    Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો

    May 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.