(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૮
Morbi વાંકાનેર અને ટંકારા તાલુકામાં અપમૃત્યુના ચાર બનાવોમાં બાળક સહીત ચાર વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો મામલે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં ટંકારા તાલુકાના બોકડથંભા ગામે રહેતા શૈલેષભાઈ જેરામભાઈ સરાવાડિયા ગામથી એક કિલોમીટર દુર આવેલ ખાણના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બીજા બનાવમાં Morbiના રવાપર ઘુનડા રોડ પર તુલસીપત્ર એ એપાર્ટમેન્ટના બ્લોક નં ૧૦૩ માં રહેતા હરિભાઈ વિરજીભાઈ દેત્રોજા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ એપાર્ટમેન્ટના આઠમાં માળે ધાબા પર પાણીના ટાંકાની સીડી સાથે સફેદ કલરનો પનીયો બાંધી પોતાની જાતે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું
ત્રીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ રેન્સો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં સિરાજ રીતેસ આઈડિયા (ઉ.વ.૦૨) નામનો બાળક રમતા રમતા મશીનના લોખંડ પ્લેટની લાઈન વચ્ચે આવી જતા ગંભીર ઈજા પહોંચતા માસૂમનું મોત થયું હતું ચોથા બનાવમાં મૂળ ભરૂચ હાલ ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ યુનાયટેડ ઇન્સેન્ટી સાઈટ્સ પ્રા. લી. કારખાનામાં કામ કરતા રવિન્દ્ર રણજીતભાઈ વસાવા (ઉ.વ.૩૬) નામના યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું
Trending
- આ ભારતનો દાયકો છે, વૈશ્વિક પડકારો પર પુનર્વિચાર કરવાની તક છે, Mukesh Ambani
- વિનેશ ફોગાટની એન્ટ્રી પર વિવાદઃ દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે WFI સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું
- Vadodaraમાં કોંગોથી આવેલા ૩૭ વર્ષીય નાગરિકનો Ebola virus રિપોર્ટ નેગેટિવ આવ્યો
- Ahmedabad : સાસુની નજર સામે જ વહુનું ધોળા દિવસે અપહરણ, પૂર્વ પ્રેમી સહિત ૪ શખ્સો સામે ફરિયાદ
- Ahmedabad માં ફાયરિંગ કરનાર નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારી લોકઅપમાં પુરાયા
- Amit Shah ની અધ્યક્ષતામાં હાઈપ્રોફાઈલ બેઠક, PM MODI ના સુશાસનના ૧૨ વર્ષની ભવ્ય ઉજવણીની રૂપરેખા તૈયાર કરાઇ
- Amreli માં ગે ડેટિંગ એપથી હનીટ્રેપઃ યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
- Jamnagarમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો

