Mumbai, તા.૧૩
ખાસ વાત એ છે કે કિંગ ખાનનો દીકરો ફિલ્મી દુનિયામાં અભિનેતા તરીકે નહીં પરંતુ નિર્દેશક તરીકે પ્રવેશ કરશે
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન સ્ટાર કિડ્સની ચર્ચામાં નંબર વન રહે છે
આર્યન ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ખાસ વાત એ છે કે કિંગ ખાનનો દીકરો ફિલ્મી દુનિયામાં અભિનેતા તરીકે નહીં પરંતુ નિર્દેશક તરીકે પ્રવેશ કરશે. આર્યન ખાને તેની ડેબ્યૂ વેબ સિરીઝ ‘સ્ટારડમ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે, જેમાં શાહરૂખની સાથે બાદશાહને પણ રોલ મળ્યો છે. તમને જણાવી દઈએ કે તેમની આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. હવે આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં ગૌરી ખાને જણાવ્યું કે તેનો પુત્ર કયો ધર્મ પાળે છે.
બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લવસ્ટોરી કોઈનાથી છુપાયેલી નથી. શાહરૂખ ખાન અને ગૌરી ખાને ધર્મની દીવાલ તોડીને લગ્ન કર્યા.
શાહરૂખ મુસ્લિમ છે, જ્યારે ગૌરી હિન્દુ છે. લગ્ન પછી પણ ગૌરીએ પોતાનો ધર્મ બદલ્યો ન હતો અને અભિનેતાના ઘરમાં બંને ધર્મોને સમાન સન્માન મળે છે. હવે ગૌરી ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમના ઘરમાં ધર્મની ખુલ્લેઆમ ચર્ચા થાય છે. તેણે કહ્યું, ‘મારા બાળકો પહેલા ભારતીય છે અને પછી કોઈપણ ધર્મના.’ ગૌરીએ જણાવ્યું કે તેનો પુત્ર આર્યન પોતાને મુસ્લિમ માને છે.
ગૌરી ખાને ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, આર્યન તેના પિતા શાહરૂખ ખાનને સૌથી વધુ પ્રેમ કરે છે અને તે પોતાના ધર્મનું પણ પાલન કરે છે. તેણે કહ્યું કે અમારા ઘરમાં એક મંદિર છે, જેમાં કુરાન પણ રાખવામાં આવી છે. તેણે કહ્યું, આર્યન ખાન ગાયત્રી મંત્રનો જાપ પણ કરે છે.

