Jamnagar,તા.15
જામનગરની જીજી હોસ્પિટલમાં ધારાસભ્ય રિવાબા જાડેજા દ્રારા આઈસીયુ આધુનિક એબ્લ્યુલન્સ અપર્ણ કરવામા આવી હતી. શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી બેન્કના સહયોગથી અંદાજે રૂ. 75 લાખની કિંમતની એબ્લ્યુલન્સ સરકારી જી જી હોસ્પીટલમા અન્ય જીલ્લામાંથી દર્દીઓ આવતા હોય છે. હાલમાં જ્યારે હદયરોગના દર્દીઓની સંખ્યા વધતી જાય છે .
ત્યારે આઈ સી યુ સજ્જ એમ્બ્યુલન્સ ખૂબ આવશ્યક છે. તેને ધ્યાને રાખીને ધારાસભ્ય રિવાબા જાડેજા દ્રારા બેંકના સહયોગથી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી.ઇમરજન્સી કેસમા તમામ આધુનિક ઉપકરણોથી સજજ એબ્લ્યુલન્સ દર્દીઓને આર્શીવાદરુપ સાબીત થશે.આઈસીયુ એડવાન્સ લાઈફ સ્પોર્ટ એબ્લ્યુલન્સમા ઓક્સિજન, વેન્ટીલેટર, ડીફેબ્રીલેટર, મોનિટર, સકસન, ઈન્ફુજન પંપ સહીતની સુવિધાઓથી સજજ છે.તેમ ડો.નદીની દેસાઈ ડિન એમ.પી.શાહ મેડિકલ કોલેજના જણાવ્યું હતું.