RAJKOT, તા.15
ડીજીટલ ગુજરાતની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં નાગરિકોને અટકાવવું-લટકાવવું અને ભટકાવવાની નીતિને લીધે લાખો પરિવારો તેમને મળવા પાત્ર લાભોથી વંચિત છે અને મોટાભાગના કિસ્સામાં એજન્ટો દ્વારા લૂંટાઇ રહ્યા છે ત્યારે ગુજરાતના નાગરિકોને ડીજીટલ સુવિધા અને સુરક્ષા આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ડીજીટલ ગુજરાતમાં સર્વર હાલતા ચાલતા ડાઉન થઇ જાય છે.
ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ માટેના પોર્ટલનમાં ઇ-કેવાયસીના નામે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને સ્કોલરશીપથી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અને પ્રથમ સત્ર પુરું થવા આવ્યું છતા માત્ર 30 ટકા વિદ્યાર્થીઓ જ ઇ-કેવાયસી કરી શકાય છે. 70 ટકા વાલી-વિદ્યાર્થીઓ હજુ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રેશન કાર્ડ ઓનલાઇન ચકાસણી અને અનાજ, ચોખા, ઘઉં, ચોખા, ખાદ્યતેલ, તુવેરદાળ, ચણા સહિત ગુજરાતના 3.54 કરોડ નાગરિકો અવ્યવસ્થા અને અરાજકતાનો ભોગ બની રહ્યા છે. સરકારી સર્વર ન ચાલવાને કારણે 30 થી 35 ટકા પરિવારો મળવા પાત્ર અન્ન સુર7ાના અધિકારથી વંચિત રહેવાની ફરજ પડી છે.
બીજી બાજુ પોર્ટલમાં સોફટવેરના ખેલમાં સસ્તા અનાજના દુકાનધારકો, સરકારના મળતીયાઓ અને અનાજ માફીયાઓ કરોડો રુપિયાનું અનાજ જથ્ઝો ચાઉ કરે છે. ખેડૂતો માટેનું ખેડૂત પોર્ટલ મોટાભાગે ખેડૂતોને જ્યારે જરુરીયાત હોય જેમ કે મળવા પાત્ર જુદા-જુદા લાભો, ચોક્કસ મુદતમાં યોજનાની અરજી દરમ્યાન વારંવાર બંધ થઇ જાય છે. યુનિ.માં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેનું જીકાસ પોર્ટલ વારંવાર નિષ્પળ જતા હજારો વિદ્યાર્થીઓને સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાંથી ઓછી ફીમાં પ્રવેશ મેળવવાથી વંચિત રહેવું પડ્યું છે. દર વર્ષે ડીજીટલાઇઝેશનના નામે કરોડો રુપિયા ખર્ચવામાં આવે છે પણ તે નાણાનો ક્યા ઉપયોગ થાય છે તે તપાસનો વિષય છે.
ભાજપ સરકારના રાજમાં સાયબર છેતરપીંડી દ્વારા એક વર્ષમાં જ ગુજરાતમાં 1,21,701 જેટલી સાયબર ફ્રોડની પરિયાદ નોંધાઇ છે. સાયબર ગઠિયાઓએ એક સાયબર છેતરપીંડીમાં ગુજરાતીઓ રુપિયા 650 કરોડના લૂંટ્યા છે.
વર્ષ 2023માં દેશમાં 1128265 સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ છે જેમાં ઉત્તર પ્રદેશ 197547 સાથે પ્રથમ, મહારાષ્ટ્રમાં 125153 સાથે બીજા અને ગુજરાતમાં 121701 ફરિયાદ સાથે ત્રીજા ક્રમાંકે છે.
ગુજરાતમાં 121701 ફરિયાદમાં 650.53 કરોડ રુપિયા નાગરિકોના લૂંટાઇ ગયા છે. ગુજરાતમાં વધી રહેલા સાયબર ફ્રોડને રોકવા ભાજપ સરકાર કડક અને ત્વરિત પગલા લે અને સાયબર અંગે યુવાનોમાં જાગૃતિના વધુમાં વધુ કાર્યક્રમો થાય એ સુનિશ્ર્ચિત કરે તેમ અંતમાં પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું છે.

