અમેરિકામાં જૂન માસમાં ભારે બરફવર્ષાના કારણે ઉડતા પક્ષીઓ બરફથી જામી ગયા, ખેતી નાશ પામી. યુરોપમાં ભૂખમરો ફેલાયો અને ભોજન માટે લડાઇ શરુ થઇ. ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં પણ રાજકીય અસ્થિરતાનો માહોલ જામ્યો. આયલેન્ડમાં ટાયફોઇડ મહામારી ફેલાઇ. ઋતુઓની અસરના કારણે દુનિયાભરમાં લોકોની પ્રતિરોધક ક્ષમતા લગભગ ક્ષીણ થઇ રહી છે.
વર્ષ ૧૮૧પમાં ઇન્ડોનેશિયામાં માઉન્ટ ટંબોરા જવાળામુખીમાં થયેલ વિસ્ફોટ એ માનવ ઇતિહાસની સૌથી ભયાનક ઘટના હતી. ટંબોરા ફાટવાના કારણે સળગતા અંગારા અને રાખ ૧૦ માઇલ ઉપર સુધી ઉડીને આસપાસના ૧૯ માઇલ વિસ્તારમાં ફેલાઇ હતી. અહીંની હવામાં સલ્ફર ડાઇઓકસાઇડના એરસોલે કબજો જમાવ્યો હતો. જેના કારણે સૂર્યની ગરમી અટકી જવાના કારણે સમગ્ર દુનિયાના તાપમાનમાં ઝડપભેર ઘટાડો જોવા મળ્યો. વરસાદ અને બરફવર્ષાનો પ્રલય છવાયો.
ગત મહિના છેલ્લા અઠવાડિયામાં જર્મની સરકારે એલાન કર્યુ હતું કે, બરફના તોફાનના કારણે લોકો ઘરોમાંથી બહાર ન નીકળે. મયૂનિખ એરપોર્ટ પર અનેક વિમાનો બરફવર્ષામાં ઢંકાઇ ગયા. પૂર્વી યુરોપના બલ્ગેરિયામાં ઠંડીના કારણે ઇમરજન્સી લાદવામાં આવી. અનેક દેશોમાં વીજળી નેટવર્ક ઠપ્પ થવા સાથે યુરોપ માટે અસહ્ય ઠંડી જીવલેણ સાબિત થઇ રહી છે.
બીજી તરફ ભારતમાં ઠંડીની ઋતુમાં પણ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અલ નીનોની અસરના કારણે તાપમાન સામાન્યથી વધુ છે. આ વર્ષ ઉનાળો વહેલો શરુ થયો હતો. પર્યાવરણમાં સતત બદલાવના કારણે અનેક દેશોમાં જીવલેણ તોફાનો સર્જાઇ રહ્યા છે. વિશ્વવ્યાપી આ વિષય ઉપર ૧૯૯૪માં ફિલ્મ ફ્રેન્કેસ્ટાઇન બની હતી. કાલ્પનિક વિષય પર બનેલી આ ફિલ્મ આજે પણ ફિલ્મકારો, લેખકોને પ્રભાવિત કરી રહી છે. આ ફિલ્મમાં એક માથાફરેલ વૈજ્ઞાનિક મરેલા મનુઊયના શરીરને તૈયાર કરીને તેને જીવતો કરે છે. પરંતુ આ માનવ રાક્ષસ પોતાને બનાવનાર વૈજ્ઞટાનિકોને મારીને સમગ્ર આબાદી પર કહેર વરસાવે છે. આજે પણ આ ફિલ્મનું ચરિત્ર વિશ્વના જુદા જુદા દેશોમાં વરસાદ, બફર વર્ષા, દરિયાઇ તોફાનો સહિતના સ્વરુપોએ ત્રાટકી રહયું છે. જેની પાછળનું મુખ્ય કારણ છે પર્યાવરણ સાથેની મનુષ્યની સ્વાર્થી રમત.
ટાઇમ મશીન જેવી કાલ્પનિક વાત વાસ્તવમાં ન બને તે માટે, પર્યાવરણના બચાવ અને જતન માટે તાજેતરમાં દુબઇમાં દુનિયાના વિવિધ દેશોના નેતાઓ એકત્ર થયા હતા. પરંતુ રાસાયણિક શસ્ત્રોની ચકાસણી, યુદ્વો, દરિયામાં ઠલવાતા ઝેરી તત્વો સહિતની પર્યાવરણને નુકસાની કરનારા માધ્યમોને અટકાવવાની દિશામાં એકમત ન સધાયો. જેના કારણે પર્યાવરણને થઇ રહેલા સતત નુકસાન અને ઓઝોનના સ્તરમાં ચિંતાજનક ફેરફારોના કારણે આગામી સમયમાં દુનિયાને ટાઇમ મશીન ફિલ્મ જેવી સ્થિતિનો કપરો અનુભવ સહેવો પડશેની ગંભીર ચિંતા વૈજ્ઞાનિકો વ્યકત કરી રહ્યા છે.