Amreli,તા.16
દુધાળા ગામના વતની અને હિરા ઉદ્યોગકાર પદમશ્રી ડો. સવજીભાઈ ધોળકીયા એ ગાગડીયો નદી પર નમુનેદાર નળસંચયની કામગીરી કરી સરોવરોની હારમાળા સર્જી છે. તે પૈકીના ભારતમાતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લાઠીના દુધાળા ખાતે તા. ર8 ઓકટોમ્બર ના રોજ લોકાર્પણ થશે.
દુધાળા હેતની હવેલી ખાતે કાર્યક્રમનું આોજન થનાર હોયલાઠીના દુધાળા ખાતે જિલ્લા કલેકટર અશોક દહીંયા ડી.ડી.ઓ. પરિમલ પંડયા, જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સહીત વિવિધ વિભાગના આગમનને લઈ વિઝીટનો દોર શરૂ થયો છે લાંબા સમય બાદ અમરેલી જિલ્લમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આવી રહયા હોવાથી લોકોમાંભારે ઉત્સાહ જોવા મળી રહયો છે.
વડા પ્રધાન મોદીના આગમન લઈ હેલીપેડ, વાહન પાર્કીગ, સભા ખંડ બનાવવા સહીતના સ્થળોની મુલાકાત ઉચ્ચ અધિકારીઓને લઈ સમક્ષ કરી હતી. 11 મી સપ્ટે. 2017 ના રોજ નરેન્દ્રભાઈ મોદી અમરેલી આવેલ ત્યારે સવજીભાઈ ધોળકીયા એ બનાવેલ હરિકૃષ્ણ સરોવરનું લોકાર્પણ કરેલ એમ મનોજ જોષીની અખબારી યાદીમાં જણાવેલ છે. આ તકે ધોળકીયા હાઉન્ડેશનનાં નીતીનભાઈ સાવલીયા અને કનક પટેલ હાજર રહયા હતા.