Surat,તા.16
સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની 16 વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી બાદમાં સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘર નજીક રહેતા યુવાને મિત્રના ઘરે અને કેફેમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવમાં લીંબાયત પોલીસે દુષ્કર્મ કરનાર યુવાનને કેફેમાં કપલ બોક્ષની સુવિધા આપનાર કેફે માલિકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની 16 વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી બાદમાં સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘર નજીક રહેતા યુવાને મિત્રના ઘરે અને કેફેમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે તરુણીના પરિવારને જાણ થતા તેમણે યુવાનને સમજાવતા હેરાન નહીં કરવા ખાતરી આપી હતી છતાં હેરાન કરવાનું ચાલુ રાખી ઘર પાસે આવી જો કેસ કરશે તો બધાને મારી નાંખીશ તેવી ધમકી આપતા લીંબાયત પોલીસે ગુનો નોંધી બેકાર યુવાન યશ ઉર્ફે વિક્કી પ્રકાશભાઇ બોરાની ( ઉ.વ.21, રહે.પ્લોટ નં.129, ગલી નં.2, દ્વારકેશ નગર, લીંબાયત, સુરત. મુળ રહે.દામડદ, તા.નંદુરબાદ, જી.ધુલીયા, મહારાષ્ટ્ર ) ને ઝડપી લીધો હતો.

લીંબાયત પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે યશ ઉર્ફે વિક્કી તરુણીને ગોડાદરા આસપાસ ત્રણ રસ્તા વાસુ હોસ્પિટલની નીચે જે કેફેમાં લઈ ગયો હતો ત્યાં કપલ બોક્ષની સુવિધા હતી અને તેના સંચાલકે રૂ.300 કલાકના લઈ સુવિધા આપતા યશ ઉર્ફે વિક્કીએ દુષ્કર્મ આચર્યું હતું.લીંબાયત પોલીસે આ હકીકતના આધારે ગતરોજ કેફે સંચાલક રવિન્દ્ર ઉર્ફે સોનુ નવલ પાટીલ ( ઉ.વ.34, રહે.પ્લોટ નં.100, શિવકૃપા નગર, શાંતીનગર, લીંબાયત, સુરત. મુળ રહે.થાડનેર, તા.શિરપુર, જી.ધુલિયા, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી તેને બાદમાં જેલ હવાલે કર્યો હતો.વધુ તપાસ પીએસઆઈ પી.ડી.કોટવાલ કરી રહ્યા છે.

