Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી
    • Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું
    • Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ
    • Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી
    • CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી
    • Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો
    • Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા
    • volatility અને નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બજાર પર દબાણ….!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad એક સાથે ૩ સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ૨જી જુલાઈથી વરસાદનું જોર વધશે
    અમદાવાદ

    Ahmedabad એક સાથે ૩ સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ૨જી જુલાઈથી વરસાદનું જોર વધશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૯

    અલ નીનોના કારણે આ વખતે ગુજરાતમાં ચોમાસું મોડું બેઠું છે. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ એક સાથે ૩ સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. રાજ્યમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. આ ઉપરાંત સાઈક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફ સક્રિય છે જેને પરિણામે રાજ્યભરમાં ૨-૩ જુલાઈએ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી કરતા અંબાલાલની આગાહી કઈક અલગ છે.

    રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. હાલ એક સાથે ૩ સિસ્ટમ સક્રિય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઈક્લોનિક સર્ક્‌યુલેશન અને ટ્રફ. જેને પરિણામે રાજ્યભરમાં ૨-૩ જુલાઈએ વરસાદ રહી શકે છે. માછીમારોને ૧-૨ જુલાઈએ દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. હાલ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થયેલું છે.

    મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્‌યુલેશનને કારણે રાજ્યમાં ચોમાસું આગળ વધે તેવા સંજોગો છે. સુરત. વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં ગુરુવારથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા મુજબ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં બુધવારથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પંજાબ બિહારથી વિસ્તરેલું ચોમાસું ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોમાં વરસાદ જોર પકડી શકે છે.

    બુધવારના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કલાકના ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ગાજવીજની આશંકા છે. ગુરુવારે વરસાદનું જોર વધી શકે છે. ગુરુવાર, શુક્રવાર અને શનિવાર દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

    બીજી બાજુ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ સાત જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ, મહીસાગર, વડોદરામાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અંબાલાલની આગાહી કહે છે કે હાલ દરિયામાં કોઈ સિસ્ટમ સક્રિય નથી અને અન્ય સામુદ્રિક પેરામીટર્સ સક્રિય ન હોવાના લીધે વરસાદ વિલંબમાં પડ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે વરસાદ વિલંબમાં છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાના કારણે પણ વરસાદ નથી આવ્યો.

    અંબાલાલની આગાહી મુજબ આગામી ત્રણ અને ચાર જુલાઈ દરમિયાન બંગાળ ઉપસાગર માં લો પ્રેશર બનવાની શક્યતા છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. જેના કારણે પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત પંચમહાલ આસપાસના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. કોઈ ભાગમાં હળવો તો કોઈ ભાગમાં ચાર થી છ ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. નદીઓમાં પૂરની શક્યતા છે. અંબાલાલની આગાહી પ્રમાણે ૩૦ જૂનથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. ૧૧ જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ચાર જુલાઈ બાદ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળ સ્તર માં વધારો થઈ શકે છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; ૧૬મીએ રથયાત્રા

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabadના ઓઢવમાં ૩ કરોડની ઠગાઈ આચરનાર બે બિલ્ડરની ધરપકડ કરાઇ

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: બેંગકોકથી આવેલા પેસેન્જર પાસેથી ૧૧ કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો

    June 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: કાલુપુરના વેપારીના નામે આંગડિયામાંથી બારોબાર રૂપિયા ૩૫ લાખ મગાવી ઠગાઈ

    June 29, 2026
    અમદાવાદ

    Adani University: બદલાતા સમય સાથે શિક્ષણ વ્યવસ્થા અપગ્રેડ કરી; એન્જિનિયરિંગ-મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને ફરજિયાત AI ભણાવાશે

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026

    Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

    June 29, 2026

    CM Bhupendra Patel વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી

    June 29, 2026

    Surat: ગુજરાતના રાજ્યકક્ષાના રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતને હાર્ટ એટેક આવ્યો

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayodhya રામ મંદિરમાં ચોરીનો દાવોઃ ’ચંપત રાયને અયોધ્યા છોડી દેવું જોઈએ,’ ફૈઝાબાદ બાર એસોસિએશન ચેતવણી આપી

    June 29, 2026

    Morbi: ૧૦૦ ટ્રેક્ટર સાથે ખેડૂતો જેતપર પહોંચ્યા, ખેડૂત આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈઓનું સમર્થન મળ્યું

    June 29, 2026

    Ahmedabad:મેટ્રિમોનીયલ સાઇટથી રોકાણની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની સાયબર ઠગાઈ

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.