Gandhinagar, તા.16
ગુજરાતની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને દિવાળીની ભેટ આપી હોય તેમ પગાર એક સપ્તાહ વ્હેલો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
હિન્દુઓના સૌથી મોટા રાષ્ટ્રીય તહેવાર એવો દિવાળીનો ઉત્સવ માસાંતે છે ત્યારે તે પૂર્વે કર્મચારીઓનો પગારના નાણાં મળી જાય તે માટે પગારની ચૂકવણી 23થી 25 ઓક્ટોબર દરમ્યાન કરી દેવા તમામ વિભાગોને સુચના આપવામાં આવી છે. કર્મચારીઓના પગાર ઉપરાંત પેન્શનરોના પેન્શનની પણ ચૂકવણી આ જ સમયગાળામાં કરવાનું જાહેર કરાયું હતું.
સુત્રોએ કહ્યું કે, દિવાળી પર્વને ધ્યાને રાખીને કર્મચારીઓના પગાર તથા પેન્શનના ચુકવણા વ્હેલા કરવા માટે વિવિધ કર્મચારી મંડળો, એસો.નો તથા આગેવાનોએ રજુઆત કરી હતી તેને ધ્યાને રાખીને પગાર-પેન્શન એડવાન્સમાં આપી દેવાનો નિર્ણય લેવાયો છે.