Rajkot,તા.16
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી રહેલ એમઆઈજી કેટેગરીના 50 આવાસો તથા ઈડબ્લ્યુ એસ-2 કેટેગરીના 133 આવાસો માટે કાલે તા.17થી તા.16/11 સુધી ફોર્મ ભરી શકશે.
ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસીંગ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણીએ જણાવ્યું હતું. આ ફોર્મ વેબસાઇટ WWW.RMC.GOV.IN પર જઇ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
ઓનલાઇન ફોર્મ ફી રૂ.50 રહેશે તેમજ નિયમાનુસાર ડીપોઝીટ ભરપાઇ કરવાની રહેશે. ફોર્મ તેમજ ફોર્મની ફી અને ડીપોઝીટ ભરવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી જ રહેશે. આ વખતે પણ ઘણી જુની સાઈટના ફલેટ માટે ફરી ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.
એમઆઈજી કેટેગરીમાં ત્રણ બીએચકે, 60 ચો.મી જગ્યામાં રૂ।8 લાખનો ભાવ રહેશે.અને પરિવારની આવક મર્યાદા રૂ.6થી 7.50 લાખ રહેશે.ઈડબ્લ્યુએસ-2માં 1.5 બીએચકે, 40 ચો.મી.આવાસની કિંમત 5.5 લાખ અને આવક મર્યાદા રૂ.3 લાખ રહેશે. ફોર્મ ભરતી વખતે કોઇ ટેકનીકલ ઇસ્યુ ઉદ્દભવે તો આવાસ યોજના વિભાગના ફોન નં. 0281 – 2221615 પર સંપર્ક કરવા જણાવાયું છે.
સાઈટ-ફલેટની સંખ્યા
એમઆઈજી કેટેગરી : હેવલોક એપા.સામે, જયભીમ નગર 10, વસંત મારવેલ બાજુમાં વિમલનગર મેઈન રોડ 7, દ્વારકાધીશ હાઈટ બાજુમાં 150 ફુટ રોડ 17, સેલેનીયમ હાઈટ્સની સામે,મવડી પાળ રોડ 16. કુલ 50 ઈડબ્લ્યુ એસ-2 : વાવડી, પુનીતનગર ટાંકા સામે 53, મવડી સેલેનીયમ હાઈટ્સની સામે,મવડી પાળ રોડ 30, કિસ્ટલ હેવન પાછળ મવડી કણકોટ રોડ 16, કિસ્ટલ હેવન પાછળ મવડી કણકોટ રોડ 34. કુલ 133