Mumbai,તા.19
ફિલ્મ ‘શિદ્દત’ માં નજરે પડેલી અભિનેત્રી રાધિકા મદાન હવે જાણીતું નામ બની ગયું છે. અભિનેત્રીએ તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત સીરિયલ ‘મેરી આશિકી તુમ સે હી’ થી કરી હતી. તેણે વર્ષ 2018માં ‘પટાખા’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ઈમરાન ખાન સાથે ‘અંગ્રેજી મીડિયમ’ માં જોવા મળી હતી. હાલમાં જ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં નેપોટિઝમ વિશે વાત કરી હતી. તેણીએ સ્વીકાર્યું કે ‘બોલિવૂડમાં નેપોટિઝમ છે અને કનેક્શન્સને કારણે તમને સરળતાથી ફિલ્મો મળે છે.’
રાધિકા છેલ્લા છ વર્ષ કરતાં વધુ સમયથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. હવે અભિનેત્રીએ બહારની વ્યક્તિ હોવાને કારણે તેના પડકારો વિશે વાત કરી છે. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં નેપોટિઝમ વિશે ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે, ‘સ્ટાર કિડ્સને તેમની ભૂલોમાંથી શીખવા માટે ઘણો સમય મળે છે. ભલે ને કોઈ ફિલ્મમાં સારો અભિનય ન કરો તો પણ તેમને ઓફર્સ મળશે પરંતુ આઉટસાઈડર માટે આવું નથી. તેમની શીખવા માટે વધુ 2-3 ફિલ્મો મળે છે, અરે તે હવે શીખશે, અરે જુઓ તે સુધરી રહ્યો છે, અરે તે ત્રીજી ફિલ્મમાં સારો દેખાવ કરશે પરંતુ આઉટ સાઈડર સાથે આવું નથી અમને તમને તક આપી, તમે સારું ન કરી શક્યા અને તમે બહાર થઈ ગયા.’
રાધિકાએ જણાવ્યું કે, ‘આઉટસાઈડર હોવાને કારણે જો ઈન્ડસ્ટ્રીમાં તમારો કોઈ ગોડફાધર નથી તો તમારું પત્તું કપાઈ જશે. જો હું એક ભૂલ કરીશ તો મે કાઢી મૂકવામાં આવશે. મને એક્ટિંગ શીખવાની 2-3 તકો મળતી નથી.’