Rajkot,તા.19
રાજકોટ જિલ્લામાં આવેલ લોધિકા તાલુકાની રાતૈયા પ્રાથમિક શાળામાં પર્યાવરણ જાગૃતિ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત ભારત” પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં રાતૈયા ગામના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. બાળકોએ 500 થી વધુ જેટલી પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોએ શાળામાં પ્લાસ્ટિકની બોટલથી “SAVE EARTH’ સ્લોગન દ્વારા સંદેશો પાઠવેલ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકોએ ગ્રામજનોને સંદેશો પાઠવેલ કે કાગળની જ થેલીનો ઉપયોગ કરવો. આ પ્રોજેક્ટમાં સરપંચ મહાવીરસિંહ જાડેજા, સામાજિક વિજ્ઞાન શિક્ષક રૂપારેલીયા રીનાબેન તેમજ ગ્રામજનોએ હાજરી આપી હતી.
Trending
- દેશમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની કામગીરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશનને મોટી ઉપલબ્ધિ
- મોદી સિવાય કદાચ કોઈ વડાપ્રધાનને નહીં મળ્યું હોય આવું ‘સાષ્ટાંગ’ સન્માન
- Bengalની ખાડીથી સેન્યાર વાવાઝોડું લાવશે તબાહી!
- Delhi માં શ્વાસ લેવામાં પણ તકલીફ, AQI 439 પર પહોંચ્યો
- મોદીએ G-20 Summit માં ઓસી.ના પ્રધાનમંત્રીની સાથે કરી મુલાકાત
- બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત
- ૫.૭ના ભૂકંપે બાંગ્લાદેશમાં મચાવી તબાહી, ૧૦ના મોત
- વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો

