મુંબઇના બાંદરાના પાલીહિલ વિસ્તારના આ બંગલાની કિમત 250 કરોડ રૂપિયા
Mumbai,તા.21
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું ડ્રીમ હાઉસ બંધાઇને તૈયાર થઇ ગયું છે. છેલ્લા બે વરસથી યુગલ મુંબઇમાં પોતાના શમણાનું ઘરધાવી રહ્યા હતા જે કૃષ્ણા રાજ બંગલો તરીકે ઓળખાય છે.
છ માળના બંગલોરણબીર કપૂરે પોતાની સ્વ. દાદી કૃષ્ણા રાજ કપૂરના નામ પર રાખ્યો છે. ઘણા મહિનાઓથી રણબીર, આલિયા અને નીતૂ કપૂર વારંવાર આ બંગલાના બાંધકામ પર નજર રાખતા જોવા મળતા હતા. એક રિપોર્ટના અનુસાર, રણબીરે પોતાની પુત્રી રાહાને આ બંગલો ભેટ આપવાની યોજના બનાવી રહ્યો છે તે રાહાના નામ પર આબંગલો રજિસ્ટર કરવાનું વિચારી રહ્યો છે.
આ બંગલાની કિંત ૨૫૦ કરોડથી પણ વધવાની શક્યતા છે. જે અમિતાભ બચ્ચનના જલસા બંગલાની સરખામણીમાં મુંબઇનો સૌથી મોંઘા અને આલિશાન બંગલો બનશે.
વાત તો એવી પણ છે કે, નીતૂ કપૂર આ બંગલાની સહ-માલિકણ હશે. સ્વ. રિશી કપૂરની સઘળી સંપત્તિની તે અડધો-અડધ વારસદાર છે. આ ઉપરાંત નીતૂ કપૂર આર્થિક રીતે સુરક્ષિત છે. હાલમાં જ તેણે બાંદરામાં ૧૫ કરોડ રૂપિયાનું આલિશાન ઘર ખરીદ્યું હતું.