નિહોન હિદાયનકો પરમાણુ હથિયારોથી મુક્ત દુનિયાનો અવાજ બનીને ઉભર્યો છે. નોબેલ શાંતિ પુરસ્કારોની લાંબી યાદીમાં એક દિવસે જાપાનની નિહોન હિદાયનકો એટલે કે હિબાકુશા ચળવળને આ સન્માન મળશે, તેનો અંદેજો તેના સંસ્થાપકોને પણ ન હતો. આંતરરાષ્ટ્રીય શાંતિ બ્યૂરો (આઇપીબી) દ્વારા નોબેલ શાંતિ પુરસ્કાર માટે હિબાકુશા અને પ્રોફેસર જોસેફ રોટબ્લેટને ૧૯૯૪માં નામાંકિત કરવામાં આવ્યા હતા. ત્યારે વાત રફેદફે થઈ ગઈ હતી, પરંતુ આ વર્ષે જ્યારે આ મહાન કાર્યને સન્માન મળ્યું, તો નિઃસંદેહ હિબાકુશાને પોતાના કરાયેલા અત્યાર સુધીના પ્રયાસ પર સંતોષ થયો હશે.
હવે આજે દુનિયામાં પરમાણુ હથિયારોની હોડ જામી છે. વિશ્વના નવ દેશો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન, બ્રિટન, પાકિસ્તાન, ભારત, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા પાસે પરમાણુ હથિયાર છે. કુલ મળીને વૈશ્વિક પરમાણુ ભંડાર ૧૨૦૦૦થી વધુ હથિયારોની આસપાસ છે. નિહોન હિદાયનકો પરમાણુ હથિયારોથી મુક્ત દુનિયાનું હિમાયતી રહ્યું છે, જેનો પોતાના સ્થાપનાકાળથી જ એ નારો રહ્યો છે કે પરમાણુ હથિયારોનો ઉપયોગ ફરીથી ક્યારેય ન કરવો જોઇએ. ઓગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી પર થયેલ પરમાણુ હુમલામાં માનવીય અને પ્રાકૃતિક ક્ષતિ સાથે જ જે લોકો બચ્યા, તેઓ નિરંતર રેડિયોધર્મી કિરણોની ઝપટમાં આવીને મરતા હર્યા. એ ત્રાસદીની યાદો આજે પણ કાળજું કંપાવી દે છે. એ જ ત્રાસદીની ઉપજ છે હિબાકુશા. આજે પરમાણુ શક્તિઓ પાતના શસ્ત્રાગારોનું આધુનિકીકરણ કરી રહી છે. કેટલાય દેશ પરમાણુ હથિયાર હાંસલ કરવાની તૈયારી કરી રહ્યા છે. હાલના દોરમાં ચાલી રહેલાં યુદ્ઘોમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. આજે માનવ ઇતિહાસના આ ક્ષણમાં આપણે ખુદને એ યાદ દેવડાવવું જરૂરી છે કે પરમાણુ હથિયાર શું છે? દુનિયામાં અત્યાર સુધી જોવામાં આવેલા સૌથી વિનાશકારી હથિયારનાં પરિણામ શું રહ્યાં છે? એવા સમયમાં હિબાકુશાને બુલંદ અવાજ કહી રહ્યો છે કે હિરોશિમા અને નાગાસાકી જેવા હુમલા હવે વધુ નહીં. પૃથ્વી, જળવાયુ અને બ્રહ્માંડ એટલે કે બધાની ભલાઈ માટે ખરેખર હવે પરમાણુ હથિયારો વિરુદ્ઘ અવાજ ઉઠાવવાનો આ યોગ્ય સમય છે.
યુક્રેન, રશિયા, ઇઝરાયલ અને નાટોથી જે પરમાણુ ધમકીઓ મળી રહી છે, તે હળવાશથી ન લેવી જોઇએ. આ વર્ષે મે મહિનામાં હિબાકુશાએ સ્પષ્ટ કહ્યું હતું કે દુનિયાને પરમાણુ યુદ્ઘના આરે ધકેલીને માનવતાના વિનાશનો ખતરો તોળાઈ રહ્યો છે. જાપાનમાં પરમાણુ બોમ્બ વિસ્ફોટોએ કેટલાય લોકોના જીવ લઈ લીધા અને આપણા શરીર, જીવન વગેરે પર તેનો પ્રભાવ ચાલુ છે. પરમાણુ હથિયારોના પ્રયોગની ત્રાસદી, જેનું પરિણામ અમાનવીય નીકળ્યું, ક્યારેય પણ દોહરાવવી ન જોઇએ.
હિબાકુશા ઇચ્છે છે કે હિરોશિમા અને નાગાસાકી પરમાણુ હુમલામાં જે લોકો બચી ગયા હતા, તેમનું જીવવું પણ મુશ્કેલ થઈ ગયું હતું, એવી સ્થિતિ હવે ફરીથી ન આવે. આજના પરમાણુ હથિયારોમાં પહેલાં કરતાં ક્યાંય વધુ વિનાશકારી શક્તિ છે. પરમાણુ યુદ્ઘ આપણી સભ્યતાને નષ્ટ કરી શકે છે. નોર્વેજિયન નોબેલ સમિતિએ વાસ્તવમાં દુનિયાને પરમાણુ નિરસ્ત્રીકરણની તાત્કાલિક આવશ્યકતાની યાદ દેવડાવી છે. ૧૯૪૫ના પરમાણુ બોમ્બ હુમલાના જવાબમાં એક વૈશ્વકિ આંદોલન ઊભું થયું હિબાકુશા, જેના સદસ્યોએ પરમાણુ હથિયારોના ઉપયોગના વિનાશકારી માનવીય પરિણામો વિશે જાગરુકતા વધારવા માટે અથાગ પ્રયાસ કર્યો, તેને નોબેલ શાંતિ પુરસ્કારથી પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. એક રીતે વિશ્વને એ સંદેશ આપવામાં આવ્યો છે કે પરમાણુ હથિયારોના ઉપયોગને નૈતિકત રૂપે અસ્વીકાર્ય કરી દેવામાં આવે.