AHMEDABAD,તા.૨૨
મકાન કોઈ અન્ય મિલકત ભાડે આપી હોવા છતા તેનો ભાડા કરાર ન કરાવનાર મકાન માલિક તથા ભાડુઆત પર ગુજરાત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી છે.
નિયમનો ઉલ્લંઘન કરીને ભાડે મકાન આપનાર અને ભાડે મકાન લેનારા સામે પોલીસે ઝૂંબેશ શરૂ કરી છે. મકાન કોઈ અન્ય મિલકત ભાડે આપી હોવા છતા તેનો ભાડા કરાર ન કરાવનાર મકાન માલિક તથા ભાડૂઆત પર ગુજરાત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી છે. ગુજરાત પોલીસે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ અંગે ડ્રાઈવ હાથ ધરી છે.
રાજ્યમાં પોલીસે છેલ્લા ૬ દિવસમાં કુલ ૩૦ હજારથી વધુ ઘરોમાં ચેકિંગ કર્યું છે. જેમાંથી નોંધણીના નિયમોનું પાલન નહી કરનારા કુલ ૨ હજાર ૫૧૫ ભાડુઆતો અને માલિકો વિરૂધ્ધ પોલીસ કેસ નોંધયા છે. અમદાવાદ શહેરમાં ૧૨૧, સુરતમાં ૧૯૨ કેસ કરાયા તો ગાંધીનગરમાં ૧૧૨ વડોદરામાં ૪૯૦ અને પંચમહાલમાં ૧૦૧ કેસ કરાયા છે. આ ઉપરાંત રાજકોટમાં ૨૩૬, જૂનાગઢમાં ૩૭, ભાવનગરમાં ૧૦ કેસ કરાયા છે.