Ahmedabad,તા.૨૨
વસ્ત્રાપુરમાં રહેતી એક મહિલાને અને તેની દિકરીના યુરોપના લિથવાનીયાના વિઝાની લાલચ આપીને ૧૩.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં પ્રાચી એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિશ્નાબેન જે.રાઠોડની પુત્રીને યુરોપ લિથવાનીયાના વિઝા કઢાવવાના હતા. આથી તેમણે આનંદનગર શ્યામલ ચાર રસ્તા સ્થિત સન ગ્રેવીટાસ ઓફિસનો સંપર્ક સાધ્યો હતો.
જેમાં આશિષ બારોટ. પ્રિયાંક બારોટ અને વાચિકા શેલતે ભેગા મળીને ક્રિશ્નાબેનને વિશ્વાસમાં લઈને લિથવાનીયાના વિઝા નહી કરાવી તથા નોકરી નહી અપાવી રૂ.૧૩,૫૦,૦૦૦ ની છેતરપિંડી કરી હતી. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.