આ બનાવને પગલે રૂરલ પોલીસે આચાર્ય અને બન્ને શિક્ષકોને પકડવા માટે ટીમ બનાવવાની ફરજ પડી છે
Ahmedabad,તા.૨૨
લોધિકા તાુકામાં ધોરણ ૧૧ ના વિદ્યાર્થીના આપઘાતના કેસમાં પોલીસે તપાસ ઝડપી બનાવી છે. આ બનાવની વિગત મુજબ લોધિકા તાલુકાના મોટા વડા હાઈસ્કૂલના વિદ્યાર્થી ધ્રુવીલ વરુૂ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીને આપઘાત કરવા માટે આચાર્ય અને બે શિક્ષિકાએ મજબુર કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
બાદમાં વિદ્યાર્થીને આપઘાત કરવા મજબુર કરનારા આચાર્ય અને બે શિક્ષિકા ફરાર થઈ ગયા હતા. તપાસમાં આચાર્યનુ નામ સચિન વ્યાસ અને શિક્ષિકા મોસમી શાહ અને વિભુતિ જોશી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને પગલે રૂરલ પોલીસે આચાર્ય અને બન્ને શિક્ષકોને પકડવા માટે ટીમ બનાવવાની ફરજ પડી છે. અગાઉ ઘટના બન્યા બાદ જ પોલીસે આચાર્ય અને શિક્ષિકાઓના નિવેદન નોંધ્યા હતા. બીજીતરફ ૧૬ વર્ષીય વિદ્યાર્થી ધ્રુવિલે આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ અને બે વીડિયો બનાવ્યા હતા. જેમાં તેણે આચાર્ય અને સિક્ષિકાઓે ધમકી આપતા આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આમ આ સમગ્ર મામલામાં પોલીસે ત્રણેય આરોપી વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.