તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાવનાઓને સંતુલન રાખવાની બાબત લાઇફમાં મોડેથી ઊભી થતી માનસિક આરોગ્યની સમસ્યાઓને ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. અમેરિકાની એક યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. સાઈકોલોજી એન્ડ સોસિયલ બિહેવીયરના પ્રોફેસર સુશાંત ચાલ્સનું કહેવું છે કે તેઓ ઘણા લોકોને આવરી લઈને કરવામાં આવેલા તેમના અભ્યાસ બાદ આ મુજબના તારણ ઉપર પહોંચ્યા છે. બે રાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી આંકડા પણ મેળવવામાં આવ્યા હતા. સંશોધકોએ શોધી કાઢ્યું કે નકારાક્તમક વિચારધારા ધરાવતા લોકોની સ્થિતિ વધારે નિરાશાજનક રહી હતી. ભાવનાશીલ સંતુલન જાળવવાની બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજના ટેન્શનથી લાંબાગાળે માનસિક આરોગ્યને નુકસાન થાય છે જેથી લાંબાગાળાના અને દરરોજના ટેન્શનને દૂર રાખવાની સલાહ અભ્યાસના ભાગરૂપે અપાઈ છે. જો કે દરરોજના જુદા જુદા ટેન્શનો અને માનસિક ટકલીફોને દૂર કરવી સરળ નથી. અભ્યાસના ભાગરૂપે ભાવનાઓને નુકસાન કરતા મહત્વના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. મધ્યમ વયના ૭૧૧ પુરુષો અને મહિલાઓને અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં ભાગ લેનાર ટીમનું કહેવું છે કે માનસિક આરોગ્યની સમસ્યા દરેક વયમાં અસર કરે છે. અભ્યાસના તારણો સાઈકોલોજીકલ સાયન્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
Trending
- ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!!
- ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
- ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!!
- મ્યુચ્યુઅલ ફન્ડોનું IPO થકી ઈક્વિટીમાં અંદાજીત રૂ.૨૨૭૫૦ કરોડનું રોકાણ…!!
- ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!!
- વાર્ષિક રાશિ ભવિષ્ય
- 22 ઓક્ટોબર નું પંચાંગ
- 22 ઓક્ટોબર નું રાશિફળ

