Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં

    October 4, 2025

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં
    • Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે
    • Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે
    • રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું
    • Ankita Lokhande ના પતિએ તેના પર પ્રેમ વરસાવ્યો;ઘરને સુંદર રીતે સજાવ્યું
    • Mohammad Siraj મિશેલ સ્ટાર્ક પાસેથી ટેસ્ટ તાજ છીનવી લીધો, ૨૦૨૫ માં નંબર ૧ બેટ્‌સમેન બન્યો
    • ભારતમાં યોજાનારા T20 World Cup માટે ત્રણ જગ્યા ખાલી, આ ૯ ટીમો વચ્ચે સ્પર્ધા
    • Mirabai Chanu એ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો, ૧૯૯ કિલો વજન ઉપાડ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»હિંદુધર્મમાં પ્રતિકોનું મહત્વ
    ધાર્મિક

    હિંદુધર્મમાં પ્રતિકોનું મહત્વ

    Vikram RavalBy Vikram RavalOctober 24, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્રતિકો ભારતીય સંસ્કૃતિના સૂત્રો છે.જેમ નાનકડા બીજમાં વિશાળ વૃક્ષ સમાયેલ હોય છે તેમ દરેક પ્રતિકની અંદર વિશાળ ભાવનાની સુગંધ હોય છે.પ્રતિક એટલે ભાષાના અભાવમાં ભાવને વ્યક્ત કરવાની કળા છે.પ્રતિક એટલે શબ્દોની ગેરહાજરીમાં વિચારને વ્યક્ત કરવાની વ્યવસ્થા છે.

    ૧) સ્વસ્તિક..સૌભાગ્ય,સમૃદ્ધિ,શુભતા અને સદભાવનું પ્રાચિન પ્રતિક માનવામાં આવે છે.તેનો ઉપયોગ મોટાભાગે અનુષ્ઠાન અને સજાવટમાં કરવામાં આવે છે જે જીવનની ચક્રીય પ્રકૃતિ અને બ્રહ્માંડીય ઉર્જાના સંતુલનનું પ્રતિક છે.કોઇપણ મંગલ કાર્યની શરૂઆતમાં બ્રાહ્મણો સ્વસ્તિમંત્ર બોલે છે.સ્વસ્તિક એ અતિ પ્રાચિન માનવે નિર્માણ કરેલું પ્રથમ ધર્મપ્રતિક છે.એક ઉભી રેખા અને તેના ઉપર તેટલી જ લાંબી બીજી આડી રેખા એ સ્વસ્તિકની મૂળ આકૃતિ હતી.ઉભી લીટી એ જ્યોર્તિલિંગનું સૂચન કરે છે.જ્યોર્તિલિંગ એ વિશ્વની ઉત્પત્તિનું કારણ છે.આડી રેખાએ વિશ્વનો વિસ્તાર બતાવે છે.ઇશ્વરે આ વિશ્વ બનાવ્યું છે અને દેવતાઓએ પોતાની શક્તિથી તેનો વિસ્તાર કર્યો છે એવો ભાવ સ્વસ્તિક બતાવે છે.સ્વસ્તિકની ચાર ભુજાઓ એટલે ભગવાન વિષ્ણુના ચાર હાથ.આ ચાર હાથથી ભગવાન ચારેય દિશાઓનું પાલન કરે છે. ઘરના દરવાજા પાસે બહેનો સાથિયો દોરી પ્રાર્થના કરે છે કે મારા ઘરમાં જે અન્ન વસ્ત્ર વગેરે વૈભવ આવે તે પવિત્ર રહે.અનર્થથી આવેલ ધન જીવનમાં પણ અનર્થ સર્જે છે.કોઇપણ જીવ પ્રત્યે કુભાવ ના આવે અને બધી જ દિશાઓ મંગલમય બને તેવી પ્રાર્થના કરવાનો ભાવ હોય છે.

    ૨) ॐ હિંદુ ધર્મમાં પવિત્ર ધ્વનિ અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે જે પરમ વાસ્તવિકતા કે ચેતનાનો સાર છે.તેનું મોટા ભાગે પ્રાર્થનાની શરૂઆત અને અંતમાં ઉચ્ચારણ કરવામાં આવે છે જે બ્રહ્માંડની કંપન ઉર્જાનું પ્રતિક છે જે આધ્યાત્મિક જાગૃતિ વધારે છે.બધા મંત્રોમાં ॐકાર ઉત્તમ મંત્ર છે. ॐકાર એટલે વેદત્રયીનો સાર. ॐકારની વિદ્યા એ અક્ષરવિદ્યા છે.અક્ષર એટલે અવિનાશી અને અવિનાશી એટલે પરબ્રહ્મ પરમાત્મા. બ્રહ્મવાદીઓના યજ્ઞ,દાન,તપ..વગેરે ક્રિયાઓનો ॐકારનો ઉચ્ચાર કરીને જ શરૂ થાય છે.ટૂંકમાં ॐકાર પરબ્રહ્મનું પ્રતિક છે.

    ફક્ત પાંચ મિનિટ ॐકારના ઉચ્ચારણથી ચમત્કારિક શારીરિક અને માનસિક લાભ થાય છે.ॐકાર ત્રણ અક્ષરોથી બનેલ છેઃઅ ઉ મ્.. અ-નો અર્થ થાય છે ઉત્પન્ન થવું, ઉ-નો અર્થ છે ઉઠવું-ઉડવું એટલે કે વિકાસ અને મ-નો અર્થ છે મૌન થઇ જવું એટલે કે બ્રહ્મમાં લીન થઇ જવું.સવારે વહેલા ઉઠીને પવિત્ર થઇને ॐકારનું ઉચ્ચારણ કરવું જોઇએ.

    ॐકારનું ઉચ્ચારણ કરવાથી સમગ્ર શરીર તનાવ રહિત બની જાય છે,શરીરમાંના ઝેરી તત્વો દૂર થાય છે,હ્રદય અને લોહીના પ્રવાહને સંતુલિત કરે છે,પાચનશક્તિ તેજ બને છે.શરીરમાં યુવાવસ્થા જેવી સ્ફૂર્તિ આવે છે,થાક લાગતો નથી,જેને અનિદ્રાની બિમારી હોય તે દૂર થાય છે,પ્રાણાયામની સાથે ॐકારનું ઉચ્ચારણ કરવાથી ફેફસા મજબૂત થાય છે,ॐકારનું ઉચ્ચારણ કરવાથી ગળામાં કંપન પેદા થાય છે જેનાથી થાઇરોઇડ ગ્રંથી ઉપર પ્રભાવ પડતાં થાઇરોઇડની બિમારી થતી નથી.

    ॐ કારં બિંદુ સંયુક્તમં નિત્યમ્ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ॐ કારાય નમો નમઃ

    ૩) શંખ..પવિત્રતા અને બ્રહ્માંડની શાશ્વત ધ્વનિનું પ્રતિક છે.હિંદુ અનુષ્ઠાનોમાં તેને શુભતાનું આહ્વાન કરવા માટે વગાડવામાં આવે છે તેનો સબંધ ભગવાન વિષ્ણુ સાથે છે.તે ધાર્મિકતા અને આધ્યાત્મિક જાગૃતિના માટે આહ્વાનનું પ્રતિક છે.સમુદ્રમંથનના સમયે નીકળેલ ચૌદ રત્નો પૈકી એક રત્ન શંખ હતું.શંખને ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાં ધારણ કરેલ છે તેથી તેને વરદાનદાયક કહે છે.શંખમાં ત્રિદેવો સહિત ત્રણ શક્તિઓ રહેલી છે તેથી દેવી દેવતાઓની ઉપાસનામાં શંખનું ખાસ મહત્વ છે.શંખધ્વાનિથી વાતાવરણ પવિત્ર અને નિર્મળ બને છે.આથી શંખનું આધ્યાત્મિક મહત્વ શાસ્ત્રોમાં બતાવ્યું છે.

    ૪) કમળ..જેની નાળ જળમાં હોવા છતાં તેની સુવાસ દૂર સુધી પ્રસરે છે એવા પાણીમાં જન્મેલા કમળમાં લક્ષ્મીજીનો વાસ હોય છે.ભગવદ ગીતામાં કમળને જીવનનો આદર્શ ગણાવી જીવન સંદેશ આપ્યો છે કે જે આસક્તિ રહિત તેમજ બ્રહ્માર્પણ વૃત્તિથી કર્મો કરે છે તે પાણીમાં અલિપ્ત રહેતા કમળની માફક પાપથી અલિપ્ત રહે છે.સંસારમાં રહીને પણ સંસારના દોષોથી મુક્ત રહેવાની જીવન દ્રષ્ટિ કમળ આપે છે. કમળએ સૌદર્યનું પ્રતિક છે.કવિઓએ પ્રત્યેક અંગને કમળની ઉપમા આપી છે.બ્રહ્મા કમલાસન છે,વિષ્ણુ કમલહસ્ત છે,લક્ષ્મી કમલજા છે.

    ૫) કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતિક છે.પ્રત્યેક મહત્વના શુભ પ્રસંગે પુણ્યાહવાચન કળશની સાક્ષી અને સાનિધ્યમાં થાય છે.કંચન કરતાં કીર્તિ મહાન છે,સુવર્ણ કરતાં સોનેરી જીવન શ્રેષ્ઠ છે. મંદિરના શિખર ઉપર સ્થાન પામેલા કળશને તે કીર્તિ પ્રાપ્ત છે.કળશપૂજન સમયે પ્રાર્થનાના શ્ર્લોકો ભાવપૂર્ણ છે,આ પ્રાર્થના પછી કળશ કળશ ના રહેતાં તેમાં પિંડ-બ્રહ્માંડની વ્યાપકતા જણાય છે.

    કલશસ્ય મુખે વિષ્ણુઃ કંઠે રૂદ્ર સમાશ્રિત,મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા.. પ્રાચિન ઋષિ-મુનિઓએ નાના એવા પાણીના લોટામાં તમામ દેવતાઓ,વેદો,સમુદ્ર,નદીઓ,ગાયત્રી વગેરેની પ્રસ્થાપના કરવામાં આવે છે.પાપનાશ અને શાંતિની ભાવનાથી બધાને એક જ પ્રતિક કળશમાં લાવી સમન્વય સાધી બિંદુમાં સિંધુનાં દર્શન કરાવે છે.કળશને મોટો કરો તો તે કુંભ બને છે.નવા ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં કુંભ મુકવાની પ્રથા છે.જળથી ભરેલ કુંભની માફક ઘર પણ ભાવપૂર્ણ અને નવપલ્લવિત રહે તેવી મંગલ કામના રહેલી છે.કળશ કે કુંભની ઉપર શ્રીફળ મુકવાથી શોભા બમણી થઇ જાય છે.કોઇ શ્રેષ્ઠ વ્યક્તિના સ્વાગત માટે માથા ઉપર શ્રીફળયુક્ત કળશ લઇને ઉભેલી કુંમારીકાઓ ભાવભીના આતિથ્ય સત્કારનો ભાવ દર્શાવે છે.નવરાત્રિ દરમ્યાન મુકાતો ગરબો એ કળશ કે કુંભનું જ પ્રતિક છે.તે સજળ હોવાના બદલે સતેજ હોય છે.મંદિરમાં કળશ એટલે છેવટની ટોચ,પૂર્ણતાનું પ્રતિક છે.મંદિરમાંના ભગવાનનાં દર્શન કરીને કળશનાં દર્શન ના કરીએ તો દર્શન અધુરા ગણાય છે.સંત જ્ઞાનેશ્વરે ગીતાને મંદિર અને છેલ્લા અધ્યાયને કળશાધ્યાય કહ્યો છે.

    કળશ એ માનવદેહનું પ્રતિક છે.જ્યાં સુધી જીવનરૂપી જળ અને પ્રાણાત્મક જ્યોત છે ત્યાં સુધી શરીર પવિત્ર-સુંદર અને દર્શનીય છે.પ્રાણ વિનાનું શરીર એટલે મૂર્તિ વગરનું મંદિર.કળશની અંદરનું પાણી વિશાળ જળરાશિનો અંશ છે તેવી જ રીતે દેહરૂપી કળશમાંનો જીવાત્મા સર્વવ્યાપક ચૈતન્યનો અંશ છે.આ વાત સમજાવતાં ભગવાને ગીતામાં કહ્યું છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ સંત તુલસીદાસજીએ રામચરીત માનસમાં કહ્યું છે કે ઇશ્વર અંશ જીવ અવિનાશી,ચેતન અમલ સહજ સુખરાશિ..દેહરૂપી ઘટમાં રહેતો આ જળરૂપી જીવાત્મા ઘટ ફુટતાં જ જો બહારના વિશાળ જળરાશિ રૂપ ચૈતન્ય પ્રભુ પરમાત્મામાં ભળી જાય તો આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય સફળ થાય છે,મોક્ષની પ્રાપ્તિ થાય છે.

    ૬) ચાંદલો-તિલક એ બુદ્ધિપૂજાનું પ્રતિક છે.ઋષિ સમજાવે છે કે આપણું પ્રત્યેક કદમ બુદ્ધિપૂર્વક વિચારીને માંડવાનું છે.બુદ્ધિને સ્થિર રાખજો.બુદ્ધિ ઠેકાણે હશે તો બધું સારૂં જ થશે.ચાંદલો સૌભાગ્યનું પ્રતિક છે.લગ્ન પછી સ્ત્રી પોતાનું જીવન પતિની સાથે જોડી દે છે.નદી જેમ સાગરમાં ભળી જાય છે તેમ સ્ત્રી પોતાનું જીવન પતિમાં ભેળવી દે છે તેથી તે પતિના નામે ચાંદલો કરે છે જે સૌભાગ્યનું ચિન્હ બની જાય છે.ચાંદલોએ આસ્તિકતાનું પ્રતિક છે.ભક્ત ભગવાનના નામે ચાંલ્લો કરે છે.બહેન પોતાના ભાઇના કપાળે તિલક કરી ત્રિલોચન બનાવે છે.ત્રીજી આંખમાં કામદહનની શક્તિ હોય છે.જગતની તમામ સ્ત્રીઓ તરફ કામુક-દ્રષ્ટિથી ના જોતાં ભાવદ્રષ્ટિથી ભગિનીભાવથી જોવાનો ભાવ તેમાં રહેલો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025
    ધાર્મિક

    Deepotsav પાંચ દિવસનો તહેવાર છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે

    October 2, 2025
    લેખ

    દશરથ-દશાનન અને દશેરાનો આધ્યાત્મિક અર્થ

    October 2, 2025
    લેખ

    Ravana શાસ્ત્રોનો વિદ્વાન હતો, અને તેના ૧૦ માથા તેની શક્તિનું પ્રતિનિધિત્વ કરતા હતા

    October 1, 2025
    લેખ

    Navratri ના નવમા નોરતે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરીએ

    September 30, 2025
    ધાર્મિક

    કરવા ચોથનો ચંદ્ર આ વર્ષે શરૂઆતમાં દેખાશે

    September 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં

    October 4, 2025

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025

    રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું

    October 3, 2025

    Ankita Lokhande ના પતિએ તેના પર પ્રેમ વરસાવ્યો;ઘરને સુંદર રીતે સજાવ્યું

    October 3, 2025

    Mohammad Siraj મિશેલ સ્ટાર્ક પાસેથી ટેસ્ટ તાજ છીનવી લીધો, ૨૦૨૫ માં નંબર ૧ બેટ્‌સમેન બન્યો

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અરબી સમુદ્રમાં સિઝનનું First cyclone `Shakti’ ઉદભવ્યું : ગુજરાત પર સંકટ નહીં

    October 4, 2025

    Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે

    October 3, 2025

    Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.