Morbi,તા.૨૪
અણીયારી ટોલનાકા નજીક રોહીશાળા ગામના પાટિયા પાસેથી એલસીબી ટીમે XUV કારમાંથી દારૂની નાની મોટી બોટલ નંગ ૪૨૭ અને કાર સહીત ૧૧.૯૧ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તરફથી એક XUV કાર જીજે ૦૧ કેકયું ૮૪૫૦ વાળી માળિયા તરફ આવનાર છે જે ગાડીમાં દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને કાર અણીયારી ટોલનાકા પાસે રોહીશાળા ગામના પાટિયા પાસેથી મળી આવી હતી જે કારની તલાશી લેતા કારમાંથી દારૂની ગ્રીન લેવલ વ્હીસ્કી બોટલ નંગ ૧૩૯, ૮ PM વ્હીસ્કી બોટલ નંગ ૧૪૪ અને ૮ PM વ્હીસ્કી નાની બોટલ નંગ ૧૪૪ એમ દારૂની બોટલ નંગ ૪૨૭ કીમત રૂ ૧,૯૧,૦૫૧ નો દારૂનો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૧૦ લાખ સહીત કુલ રૂ ૧૧,૯૧,૦૫૧ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન કાર ચાલક મળી આવ્યો ના હોય જેથી માળિયા પોલીસ મથકમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે