Ahmedabad,તા.૨૪
રાજ્યમાં અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા રહે છે. ત્યારે ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા એએમસીના એટીડીઓનો કેસમાં પણ દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યાં છે. આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદ ભોજક વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સસ્પેન્ડ એટીડીઓ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ કરાયો છે. એએમસીના સર્ચ દરમિયાન એટીડીઓ ભોજકના ઘરેથી રોકડા ૭૩ લાખ મળ્યા હતા. ૪ લાખની કિંમતની સોનાની લગડીઓ પણ મળી આવી હતી. પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે હર્ષદ ભોજક વિરુદ્ધ તારીખ ૧ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ રૂપિયા ૨૦ લાખની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ કરાયો હતો. એસીબીએ જ્યારે ભોજકના બેંક લોકરની તપાસ કરી હતી. ત્યારે લોકરમાંથી પણ ૩૦ લાખની કિંમતના સોનાના બિસ્કીટ તેમજ ૪૦ લાખના ઘરેણાં મલી આવ્યા હતા.એસબીઆઇની વાડજ બ્રાન્ચનું ભોજકનું લોકર સીલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ હતી.આ પછી એટીડીઓ હર્ષદ ભોજકના ઘરે તપાસ કરતાં ત્યાંથી પણ રોકડ મળી આવી હતી.