Amreli,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮ ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ૪૮૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ ૧૬૦૦ જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
મોદી ૭૦૫ કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ૨૦ કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના ૧૦૦૦ કામોનું ખાતમુહુર્ત અને ૫૯૦ કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન ૨૮૦૦ કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં,૧૦૯૪ કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮ ઓક્ટોબરે અમરેલી જિલ્લા ખાતેથી ૭૦૫ કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ૧૧૨ કરોડના કાર્યોનું ખાતમુહુર્ત અને ૬૪૪ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-૨ના કામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.
નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના પૂર્ણ થવાથી બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોના લગભગ ૬૭ લાખ લાભાર્થીઓને વધારાનું ૨૮ કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના ૯૫ ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ ૨.૭૫ લાખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮ ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ૨૮૧૧ કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ૨૧૮૫ કરોડના ૪ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ૬૨૬ કરોડના એક વિકાસકાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવશે.