સુરતના ડુમસ વિસ્તારના સાયલન્ટ ઝોનની હોટલમાં બુટલેગર સહિત ચાર સાથે મહેફિલ માંણતી નજરે પડી
Surat, તા.૨૬
સુરતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જીનલ દેસાઇ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. થોડા દિવસ પહેલાં જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે.
જીનલે ગાડીના બોનેટ પર બેસીને બર્થ ડેની ઉજવણી કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો. એ મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં તો ફરી એકવાર દારૂ અને હુક્કાની પાર્ટીનો વીડિયો વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયોમાં જીનલ દેસાઇ સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા સાયલન્ટ ઝોનની હોટલમાં બુટલેગર સહિત ચાર લોકો સાથે હુક્કા અને દારૂની મહેફિલ માણતી નજરે પડે છે. ૨૨ ઓક્ટોબરના રોજ મોડલ કક્ષા સરવાણીનો જન્મ દિવસ હોવાથી તેનો ભાઇ મિહિર સરવાણી, ભરત મહેતા અને જીનલ દેસાઇ હોટલના રૂમમાં પાર્ટી માણી રહ્યા હતા.
વીડીયોમાં સ્પષ્ટપણે દારૂના ગ્લાસ અને હુક્કાના ધુમાડા ઉડતા જોવા મળે છે. બર્થ ડે પાર્ટીનો આ વીડિયો વાયરલ થતાં ડુમસ પોલીસે જીનલ દેસાઇ સહિત ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

