Porbandar, તા.૨૬
દિવાળી પહેલા ગુજરાત ATS એ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. હાલ આ જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત છ્જીએ કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા પોરબંદરના શખસની ધરપકડ કરી છે. આ જાસૂસ આ માહિતી કોને પહોંચાડતો હતો તેને લઇને આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે.
આ આરોપી સાથે કોણ કોણ સંડોવાયેલા છે તેને લઇને પણ ખુલાસા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાત છ્જીએ પોરબંદરમાંથી સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખસોની ધરપકડ કરી હતી.