બ્લીચીંગ સોડા સાથે અન્ય કેમિકલ મિકસ થતા ધુમાડો થયો તેના કારણે ઘટના બની હતી : મામલામાં તપાસ શરૂ
Ahmedabad, તા.૨૭
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિનિટેડમાં ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં ૯ વ્યકિતઓ બેભાન અને ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં ૨ લોકોના મોત નિપજ્યા છે. તો ૫ લોકોની હાલત નાજુક હોવાથી તેઓ ૈંઝ્રેંમાં સારવાર હેઠળ છે. જ્યારે કે ૨ લોકો સ્ટેબલ છે.
બ્લીચીંગ સોડા સાથે અન્ય કેમિકલ મિકસ થતા ધુમાડો થયો તેના કારણે ઘટના બની હતી. તમામને ૧૦૮ મારફતે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જીપીસીબીસ,ફેકટરી ઇન્પેકટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તો અસલાલી ફાયર સ્ટેશન ટીમ, ૧ સ્ટેશન ઓફિસર, ૧ ડીવીઝનલ ઓફિસર, ૧ સબ ઓફિસર , ૧૦ ફાયર ફાઇટર જવાન, ઇમેરજેન્સી વાન અને ઇૈંફ વેહિકલ સ્થળ પહોંચી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના નારોલની મટન ગલીમાં દેવી સિન્થેટિક પ્રાઇવેટ કંપનીમાં આ ઘટના બની હતી. સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતા સમયે બ્લીચિંગ કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ફયુમના કારણે કામ કરતા લોકોને ગેસની અસર થઈ હતી. ટપોટપ અનેક કર્મચારીઓ બેભાન થયા હતા. ૭ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી ૧૦૮ મારફતે ન્ય્ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો કમલ યાદવ (૨૫ વર્ષ) અને લવકુશ મિશ્રા (૩૨ વર્ષ) નું આ ઘટનામાં મોત નિપજ્યું છે.
હાલમાં પ્રાથમિક સારવાર હેઠળ છે તેમાં મફુઝ અંસારી (૪૨ વર્ષ), મહેન્દ્રભાઈ (૫૦ વર્ષ), ઇશાદ ખાન (૨૫ વર્ષ), મંગલ સિંઘ (૫૬ વર્ષ), અશોકભાઈ (૫૬ વર્ષ), માલજીભાઈ (૫૯ વર્ષ)નો સમાવેશ થાય છે.
અન્ય કર્મચારીઓએ જણાવ્યું કે, કંપનીની અંદર સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ફયુમના કારણે જે માણસો કામ કરતા હતા એ લોકોને ગેસની અસર થઈ હતી. આ તમામ બેભાન થઈ ગયા હતા. ગેસ ગળતરથી ૭ લોકોને ઈજા પહોંચી હતી. તમામને ૧૦૮ મારફતે ન્ય્ હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરાયા હતા. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.