લોકો દિવાળી માટે વતન જવા રવાના થઈ રહ્યા છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો છે
Surat, તા.૨૭
સુરતમાં પરપ્રાંતિયો દિવાળી માટે વતન જવા રવાના થઈ રહ્યા છે ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. લોકો છેલ્લા ૧૨-૧૨ કલાકથી લાઈનમાં લાગ્યા છે. પ્લેટફોર્મ સુધી પણ મુસાફરો પહોંચી શક્યા નથી.
દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ યુપી, બિહાર મુસાફરો રવાના થઈ રહ્યા છે. રેલવે વિભાગે પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કર્યા છે.
રેલવે વિભાગ દિવાળી અને છઠ પૂજાના પર્વને લઈ ૮૫ વધુ ટ્રેનો દોડાવી રહ્યા છે. મુસાફરનો ઘસારો વધતા પડતાં રેલવે મુસાફરોને હાલાકી પડી રહી છે. મુસાફરોને બેસવા માટે સીટ પણ મળતી નથી. મુસાફરોએ ટ્રેનમાં કોચ વધારવાની માંગ કરી છે.
સુરતમાં રોજીરોટીની શોધમાં હજારો-લાખો લોકો આવીને વસેલા છે, ત્યારે દિવાળી પર ઉત્તરપ્રદેશ અને બિહાર પોતાના વતને લોકો જઇ રહ્યા છે.

