અમદાવાદ, સુરત સહિત ભાવનગરમાં હાલ બજારોમાં વિવિધ દુકાનોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે
Ahmedabad, તા.૨૭
દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો બજારમાં ઉમટી પડ્યા છે. લાલ દરવાજા માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. કપડાં, ફટાકડા અને મીઠાઈના ભાવ વધતા ખરીદી પર જોવા મળી રહી છે.
દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છતાં જોઇએ તેવી ખરીદી નથી થઇ રહી. દરેક વસ્તુમાં ભાવ વધારાના કારણે ખરીદી પર અંકુશ લગાવવો પડ્યો હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. તો લોકો રહી રહીને હવે ખરીદી કરવા માટે ઉમટતા વેપારીઓને સારા નફાની આશા બંધાઇ છે.
સુરતમાં પણ દિવાળી પહેલાં ખરીદીનો માહોલ જામ્યો છે. ચૌટા બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી છે. રેડીમેડ ગારમેન્ટ, કિડ્સવેર, ઇમિટેશન જ્વેલરી માટે ચૌટા બજાર જાણીતું છે ત્યારે ગ્રાહકો ઉમટી પડતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટની બજારોમાં દિવાળીની ભીડ જામી છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે બજારોમાં અંતિમ સમયની ખરીદી માટે લોકો ઉમટ્યા છે. શહેરમાં આવેલા ધર્મેન્દ્ર રોડ પર ખરીદી માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા. નવા કપડા, બૂટ-ચપ્પલ, રંગોળીના રંગો, ઘરમાં સુશોભન કરતી વસ્તુઓ સહિતની ખરીદારી માટે લોકો ઉમટી પડ્યા છે. ભીડભાડમાં કાયદો વ્યવસ્થા જળવાય અને લોકોની સુવિધા માટે બજારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
દિવાસળીને આડે હેવ માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગરમાં હાલ બજારોમાં વિવિધ દુકાનોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે વેપારીનું કહેવું છે કે હજુ કેટલીક સંસ્થામાં પગાર ન થતા અને હીરા બજારમાં વેકેશન જાહેર થઇ ગયું છે. જેથી પગાર નહીં મળતા બજારમાં જોવે તેવી ગ્રાહકી નથી. તેવું વેપારીઓનું કહેવું છે.
શહેરના મુખ્ય માર્ગો જેવા કે વોરાબજાર, ઘોઘાગેટ, પીરછલ્લા શેરી સહિતના વિસ્તારોમાં હજુ જોઈએ તેવી તેજી જોવા મળતી નથી. ગ્રાહકોનું કહેવું છે કે મોંઘવારી અને બેરોજગારીના કારણે ખરીદી કરવી મુશ્કેલી રૂપ બની છે જો કે વેપારીઓને છેલ્લા દિવસોમાં ગ્રાહકી નીકળશે તેવી આશા છે.